ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2022ની વિધાનસભા ચૂંટણીમાં UP સહિત 4 રાજ્યોમાં સરકાર બનાવી શકે છે ભાજપ: સર્વે - uttar pradesh assembly election 2022

ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણીમાં 4 રાજ્યોમાં ભાજપના પક્ષમાં માહોલ જોવા મળી રહ્યો છે. એબીપી-સીવોટર-આઈએએનએસ બેટલ ફૉર ધ સ્ટેટ્સ-વેવ 1 દરમિયાન ચૂંટણી રાજ્યોના મતદારોથી લેવામાં આવેલા મંતવ્યોમાં આ વાત સામે આવી છે.

2022માં થનારી વિધાનસભા ચૂંટણીમાં 4 રાજ્યોમાં ભાજપના પક્ષમાં માહોલ
2022માં થનારી વિધાનસભા ચૂંટણીમાં 4 રાજ્યોમાં ભાજપના પક્ષમાં માહોલ

By

Published : Sep 4, 2021, 3:51 PM IST

  • 2022માં UP, ઝારખંડ, મણિપુર અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી
  • 5માંથી 4 રાજ્યોમાં ભગવો લહેરાય તેવું અનુમાન
  • પંજાબમાં ખરાબ પ્રદર્શનનો સામનો કરી શકે છે ભાજપ
  • તમામ રાજ્યોમાં કૉંગ્રેસની હાલત કફોડી

નવી દિલ્હી: આગામી વર્ષે 2022માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જેમાંથી 4 રાજ્યોમાં ભાજપના પક્ષમાં માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં તે સરકાર બનાવી શકે છે. એબીપી-સીવોટર-આઈએએનએસ બેટલ ફૉર ધ સ્ટેટ્સ-વેવ 1 દરમિયાન ચૂંટણી રાજ્યોના મતદારોથી લેવામાં આવેલા મંતવ્યોથી આ સામે આવ્યું છે.

ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં અન્ય પાર્ટીઓથી આગળ જોવા મળી રહી છે. તો આમ આદમી પાર્ટી (આપ) વર્તમાનમાં પંજાબમાં સૌથી મોટી પાર્ટી તરીકે આગળ ચાલી રહી છે, જે બહુમતીથી થોડીક પાછળ જોવા મળી છે. આપ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક મુખ્ય પડકાર અને નજીકના ત્રીજા પક્ષ તરીકે ઉભરી છે.

સત્તા વિરોધી ભાવનાઓ અને કોવિડ મહામારીથી ભાજપને નુકસાન નહીં

કૉંગ્રેસે તમામ રાજ્યોમાં ગંભીર સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. પંજાબ અને મણિપુર રાજ્યમાં તેને આશા કરતા વધારે નિરાશા હાથ લાગી શકે છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર છે, જ્યારે ભાજપ આરામથી બંનેથી આગળ નીકળવામાં સક્ષમ જોવા મળી રહી છે.

સર્વેથી જાણવા મળે છે કે સત્તા વિરોધી ભાવનાઓ અને કોવિડ મહામારીએ ભાજપની વોટ પર પકડ જમાવવાની ક્ષમતાને પ્રભાવિત નથી કરી, જેવું કે સર્વેક્ષણમાં જોવા મળ્યું છે. કૉંગ્રેસની સ્થિતિ સંકટગ્રસ્ત બનેલી છે અને તે એક સુસંગત સંગઠન બનાવવામાં અસમર્થ છે જે અર્થપૂર્ણ પડકાર આપી શકે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સર્વેના આંકડા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભાજપા (એનડીએ) 42 ટકા વોટ શેર મેળવી શકે છે. આ પ્રભાવશાળી બ્રાહ્મણ મતદારોા કેટલાક વર્ગના ગુસ્સા છતાં છે. એસપી 30 ટકા વોટોના અનુમાનની સાથે બીજા સ્થાન પર છે અને બસપાને 16 ટકા વોટ મળવાનું અનુમાન છે. કોંગ્રેસ અંદાજિત 5 ટકા વોટ શેર સાથે સીમાંત પક્ષ એટલે કે માર્જિનલ પાર્ટી બનેલી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ CM પસંદગીમાં ટોચ પર

અંદાજિત 263 સીટોની સાથે ભાજપા આરામથી બહુમતના આંકડાને પાર કરવા માટે તૈયાર છે. આ સંખ્યા 2017ની તુલનામાં 62 ઓછી છે. આ કારણે થોડીક સત્તા વિરોધી લહેર કહી શકાય છે, પરંતુ આ નુકસાન પાર્ટીને બહુમત સુધી પહોંચતી અટકાવવા માટે પૂરતું નથી. સર્વેમાં જોવા મળ્યું કે સપા 113 સીટોની સાથે મુખ્ય વિપક્ષ તરીકે ઉભરશે. બસપાના વોટ શેર અને સીટોની સંખ્યામાં નુકસાન થવાનું અનુમાન છે અને ફક્ત 14 સીટો મળવાનું અનુમાન છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે અને સર્વેમાં સામેલ 40 ટકા લોકોએ તેમને મનપસંદ સીએમ ગણાવ્યા છે. સપાના અખિલેસ યાદવ 28 ટકા પુષ્ટિની સાથે બીજા સૌથી લોકપ્રિય નેતા છે. પૂર્ સીએમ માયાવતી 15 ટકા વોટિંગની સાથે ત્રીજા સ્થાન પર છે. યુપી ભાજપાનું નેતૃત્વ એક એવા નેતા કરી રહ્યા છે જેઓ પોતાના સૌથી નજીકના હરીફથી લગભગ 13 ટકા લોકપ્રિયતા રેટિંગની સાથે આગળ છે. સાથે જ યુપી ભાજપા લગભગ 12 ટકા વોટ શેરથી નજીકના હરીફ એસપીથી આગળ નેતૃત્વ કરતી જોવા મળી રહી છે. આ કારણે ભાજપને ઉત્તર પ્રદેશમાં લોકપ્રિય નેતૃત્વ અને મજબૂત વોટ બેંકનો લાભ પ્રાપ્ત છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી બનશે સૌથી મોટી પાર્ટી

તો જો પંજાબની વાત કરીએ તો આમ આદમી પાર્ટી પંજાબમાં 55 સીટ શેર અને 35 ટકા વોટ શેરની સાથે સૌથી મોટી પાર્ટી બનવાનું અનુમાન છે. જૂથથી ઘેરાયેલી કૉંગ્રેસ 29 ટકા વોટ શેર અને 42 સીટ શેર અનુમાનની સાથે બીજા નંબર રહી શકે છે. એક આશ્ચર્યજનક અવલોકનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 21.6 ટકા વોટિંગની સાથે પંજાબમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આંશિક રીતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીનો ચહેરો રજૂ ન કરવાના કારણે પણ લોકોએ કેજરીવાલની પસંદગી કરી હોય. તો અકાલી દળના ચીફ સુખબીર સિંહ બાદલ બીજા સૌથી લોકપરિય નેતા (19 ટકા) છે, ત્યારબાદ વર્તમાન સીએમ અમરિંદર સિંહ (18 ટકા) છે.

નવા પીપીસીસી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ મતદારો વચ્ચે વધારે લોકપ્રિય જોવા મળી રહ્યા નથી. સીએમની પસંદગી માટે તેમની લોકપ્રિયતા (15 ટકા) આપના ભાગવંત માન (16 ટકા)થી પણ પાછળ છે. સિદ્ધુ વર્તમાનમાં પંજાબના નેતૃત્વના સૌથી મોટા 5 નેતાઓમાં સૌથી ઓછા લોકપ્રિય છે. ખેડૂતોના વિરોધ અને અકાલી દળની સાથે ગઠબંધનના નુકસાનથી ઉત્પન્ન ગુસ્સાના કારણે ભાજપ પંજાબમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન જોઈ રહી છે. પાર્ટીને વોટ શેરમાં મામૂલી વધારો જરૂર મળી શકે છે અને તેને કુલ મતોના 7 ટકા મળી શકે છે, પરંતુ તે એકપણ વિધાનસભા સીટ ન જીતે તેવું બની શકે છે.

ઉત્તરાખંડમાં બીજેપી, મળી શકે છે 46 સીટો

પંજાબમાં કૉંગ્રેસના મોટા દાવ સિદ્ધુથી કોઈ ખાસ લાભ જોવા મળી રહ્યો નથી, પરંતુ આ પગલાંએ પાર્ટીમાં ફાડ પાડી દીધી છે. આમ આદમી પાર્ટીને સ્પષ્ટ રીતે ખેડૂત વિરોધ અને સત્તા વિરોધ લહેરથી ફાયદો થઈ રહ્યો છે, પરંતુ કોઈ સીએમ ચહેરો ન હોવાના કારણે પાર્ટીને બહુમતીના નિશાનથી પાછળ છોડી રહી છે. અકાલી દળ અને ભાજપા બંને અલગ થયા બાદ પોતાની જીતનો ફોર્મ્યુલા શોધી શકી રહ્યા નથી.

ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો ઓછા સમયમાં જ પોતાના મુખ્યમંત્રીઓ બદલવાની રણનીતિનું પાલન કરવા છતાં ભાજપ આ વખતે પણ રાજ્યમાં જીતે તેવું અનુમાન છે. બીજેપીને 43 ટકા વોટ શેર અને 46 સીટો મળશે તેવું અનુમાન છે. કૉંગ્રેસને પોતાના સ્થાનિક યુનિટ દ્વારા ઉત્સાહી લડાઈ છતાં 33 ટકા વોટ શેર મળવાનું અનુમાન છે. આ વોટ શેર 221 સીટોમાં ફેરવાઈ શકે છે.

મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ હરીશ રાવત

ભાજપના આ આશ્ચર્યજનક પ્રદર્શનનું મુખ્ય કારણ પહાડી રાજ્યમાં આપનો ઉદય છે. આપને 15 ટકા વોટ શેર મળશે તેવું અનુમાન છે અને આ રીતે કૉંગ્રેસના રસ્તામાં આવનારા સત્તા વિરોધી વોટોનો એક મોટો ભાગ છીનવાઈ જશે. જો કે આપના વોટ શેરમાં આ વૃદ્ધિના પરિણામ સ્વરૂપ મહત્વપૂર્ણ સંખ્યામાં સીટો નહીં હોઈ શકે, કેમકે પાર્ટી 2 સીટ જીતશે તેવું સર્વેમાં અનુમાન છે. વિડંમણા એ છે કે કૉંગ્રેસને બીજા સ્થાને રાખવામાં આવ્યું છે, પરંતુ તેમના નેતા મુખ્યમંત્રીની પસંદ તરીકે સૌથી લોકપ્રિયનેતા બનેલા છે. હરીશ રાવતને 31 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી 22.5 ટકા લોકપ્રિયતા સાથે બીજા સ્થાન પર છે. ભાજપના અનિલ બલૂની 19 ટકા લોકપ્રિયતા સાથે ત્રીજા સ્થાન પર છે. આપના કર્નલ કોઠિયાલ ઉત્તરાખંડમાં 10 ટકા લોકો માટે પસંદગીના મુખ્યમંત્રી ઉમેદવાર છે.

ગોવામાં કૉંગ્રેસના ભાગે આવી શકે છે 15 ટકા વોટ શેર અને 5 સીટ

ગોવાની વાત કરવામાં આવે તો જ્યારે ભાજપ-કૉંગ્રેસ-આપની વાત આવે છે તો ગોવામાં ઉત્તરાખંડ જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. બીજેપી 39 ટકા અંદાજિત વોટ શેર અને 24 સીટો સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં જોવા મળી રહી છે. ભાજપના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત આપના પોતાના સૌથી નજીકના હરીફથી 19 ટકા અંકથી આગળ ચાલી રહ્યા છે. વર્તમાનમાં તેમને 33 ટકા ગોવાવાસીઓ મુખ્યમંત્રી તરીકે સૌથી મનપસંદ ઉમેદવાર તરીકે પસંદ કરી રહ્યા છે. આપ કૉંગ્રેસને વિપક્ષની ગાદીથી હટાવનારી મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આપને 15 ટકા વોટ શેર અને 5 સીટો જીતવાનું અનુમાન છે, જ્યારે કૉંગ્રેસને પણ 15 ટકા વોટ શેર અને 5 સીટો જીતવાનું અનુમાન છે.

સીએમ સાવંતે સત્તા વિરોધી લહેરનું સંચાલન કરવાનું સક્ષમ કાર્ય કર્યું છે અને ગોવા કોંગ્રેસના સંપૂર્ણ વિઘટનથી તેમને ફાયદો થઈ રહ્યો છે. એટલા માટે સત્તા વિરોધી મતો AAP અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ રહ્યા છે. આ ભાજપ માટે સારા સંકેત છે. ભાજપ વિવાદાસ્પદ સ્થાનિક નેતૃત્વ અને કોંગ્રેસના વિઘટનને કારણે સત્તા વિરોધી મતોના વિભાજનને પગલે ગોવામાં આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં ભાજપનો સુવર્ણ યુગ

મણિપુરની વાત કરીએ તો અહીં ભાજપનું ગઠબંધન 41 ટકા વોટ શેર અને 34 સીટોની સાથે રાજ્યમાં જીત મેળવી શકે છે. આ મહત્વપૂર્ણ છે, કેમકે આ ભારતના અનેક ક્ષેત્રોમાં સત્તા વિરોધી લહેરને માત આપવાની ભાજપની ક્ષમતાની ભૌગોલિક વિવિધતાનો સંકેત છે. વર્તમાનમાં ભાજપ ભારતના ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં સત્તા વિરોધી લહેરને માત આપવામાં સક્ષમ છે. મણિપુરમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષી દળનો દરજ્જો જાળવી શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં ભાજપનો સુવર્ણ યુગ ચાલું રહેવાની ધારણા છે. કોંગ્રેસ બાકીના ભારતની જેમ નેતૃત્વના અભાવ અને વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહી છે.

સર્વે દરમિયાન 5 રાજ્યોમાં 690 વિધાનસભા સીટો પર 81,006 લોકોના મંતવ્ય લેવામાં આવ્યા. આ રાજ્ય સર્વે ભારતમાં છેલ્લા 22 વર્ષમાં સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય મતદાન એજન્સી cVoter દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી મોટી અને નિશ્ચિત સ્વતંત્ર નમૂના સર્વેક્ષણ ટ્રેકર શ્રેણીનો એક ભાગ છે.

ABOUT THE AUTHOR

...view details