નવી દિલ્હીઃવર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન સ્તરે ફેરબદલની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપ સંગઠનમાં ફેરબદલની આ પ્રક્રિયા અંતર્ગત મંગળવારે ભાજપ હાઈકમાન્ડે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ અને ઝારખંડમાં નવા પ્રદેશ પ્રમુખોના નામની જાહેરાત કરી છે. હવે ગુજરાતમાં અધ્યક્ષની ફેરબદલી કરવામાં આવે ત્યારે કયુ નામ આવે છે એના પર સૌની નજર રહેલી છે. જોકે, ગુજરાતમાં હવે ચર્ચા એવી છે કે, હાલમાં અધ્યક્ષ પદે રહેલા સી.આર. પાટીલને કેન્દ્રીય સ્તરે કોઈ મોટું પદ મળી શકે એમ છે. જોકે, આ અંગે ભાજપના કોઈ પદાધિકારીએ સત્તાવાર એલાન કર્યું નથી.
મિશન તેલંગણાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડી. પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ વર્તમાન કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીને તેલંગાણાના ચૂંટણી રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સુનીલ જાખડને પંજાબ રાજ્યની કમાન સોંપવામાં આવી છે, જ્યારે ઝારખંડમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ મરાંડીને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મોટી જવાબદારીઃ આ ક્રમમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં ભાજપ હાઈકમાન્ડે વર્તમાન કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડીને પ્રદેશ અધ્યક્ષ બનાવવા ઉપરાંત રાજ્યના પૂર્વ પ્રધાન એટેલા રાજેન્દ્રને આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નડ્ડાએ મારી મહોરઃ આ સાથે નડ્ડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કિરણ કુમાર રેડ્ડીને પણ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ નિમણૂકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.
પંજાબમાં ફેરફારઃપંજાબમાં સુનીલ જાખરને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવ્યા બાદ રાજ્યમાં ઘણા ફેરફારો થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સુનીલ જાખર હિન્દુ અને જાટ સમુદાયનો એક સામાન્ય ચહેરો છે અને 2024ની ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના મુખ્યમંત્રી બનવાથી નારાજ સુનિલ જાખરે કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું અને સુનીલ જાખડ ભાજપમાં જોડાઈ ગયા હતા. જોકે સુનીલ જાખડના ભત્રીજા સંદીપ જાખડ અબોહરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.
- Maharashtra Politics: પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ પ્રફુલ પટેલ-સુનિલ તટકરે સાથે અજિતે બનાવી નવી ટીમ
- Maharashtra Politics: 3 મહિનામાં આખું ચિત્ર બદલાઈ જશે, NCP મજબૂત બનશે - શરદ પવાર