ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gujarat Assembly Election 2022: ભાજપમાંથી 14 મહિલાઓ અને 4 ડૉક્ટર્સને મળી ટિકિટ - Gujarat BJP Candidates list

ભાજપે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. જેમાં સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ઘણા બઘા ઉમેદવારનો રિપિટ કરવામાં આવ્યા છે, તો અનેક મોટા નેતાઓની ટિકિટ કપાઇ છે. તેમજ અનેક મોટા નેતાઓએ સ્વેચ્છાએ ચૂંટણી નહિ લડવાનો નિર્ણય લિધો હતો. તેમજ પક્ષ અન્ય પક્ષ માંથી પક્ષ પલટો કરીને આવેલા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે.

Etv Bharatભાજપમાંથી કેટલાક નેતાઓની ટિકિટ કપાઈ, જાણો કોને મળ્યા ચાન્સ
Etv Bharatભાજપમાંથી કેટલાક નેતાઓની ટિકિટ કપાઈ, જાણો કોને મળ્યા ચાન્સ

By

Published : Nov 10, 2022, 10:44 AM IST

Updated : Nov 10, 2022, 9:29 PM IST

ગાંધીનગર : ભાજપે 160 ઉમેદવારના નામ (Gujarat Assembly election 2022) જાહેર કરી દીધા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ચાર ડૉક્ટર્સ અને 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 13 SC 24 ST અને 40 મહિલાઓ તેમજ 4 ડૉક્ટર્સનો સમાવેશ થાય છે. 160માંથી 69 ધારાસભ્યોને (BJP MLA Repeat list) રીપિટ કરવામાં આવ્યા છે. પાર્ટીના જે સિનિયર નેતાઓ છે એ આ વખતે કોઈ પ્રકારની ચૂંટણી નહીં લડે પણ પક્ષમાં રહીને પક્ષનું કામ કરશે. પાર્ટીના અધ્યક્ષને પત્ર લખીને તેમણે એવી જાણ કરી હતી કે, તેઓ ચૂંટણી (Gujarat BJP Candidates list 2022) નહીં લડે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા, આર.સી.ફળદુ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશક પટેલનો સમાવેશ થાય છે.

Gujarat Assembly Electoin 2022: ભાજપમાંથી 40 મહિલાઓ અને 4 ડૉક્ટર્સને મળી ટિકિટ

વિધાનસભા માટે એક ટીમ તૈયાર કરાઇ સમગ્ર સીટ પર વર્ષોથી એક સિસ્ટમ છે. વિધાનસભા માટે એક ટીમ તૈયાર થાય છે. આ તમામ લોકોને સાંભળે છે અને ચર્ચા કર્યા બાદ લીસ્ટ તૈયાર થાય છે. ચાર વ્યક્તિઓની પેનલ તૈયારથાય છે. પછી પ્રદેશ સુધી નામ આવે છે. જેમાં સાંસદથી લઈને ધારાસભ્ય સાથે ચર્ચા આ નામની થાય છે. આ વખતે અમિત શાહે આ ચર્ચામાં ભાગ લીધો હતો. 18 લોકોની ટીમ સાથે ચર્ચા કરીને લીસ્ટ તૈયાર કર્યું હતું. પછી અહીં પણ દિલ્હીમાં આવી શાહ અને નડ્ડા સાથે બેસીને ચર્ચા કરી હતી. એ પછી વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આ નામ નક્કી થયેલા છે. સૌથી વધારે લીડે અને બેઠક સાથે જીતીશું. સૌથી વધારે મત પણ અમને મળશે. આ માટે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે.

ભાજપમાંથી 40 મહિલાઓ અને 4 ડૉક્ટર્સને મળી ટિકિટ

160 સિટો પર ઉમેદવારો જાહેર ભારતીય જનતા પાર્ટીએ કુલ 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 83 ઉમેદવારો છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે 77 નામ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે જાહેર કરેલ માળખા પ્રમાણે જોઈએ તો પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો માટે મતદાન થશે, જેમાં ભાજપના 6 બેઠકોના નામ જાહેર થવાના બાકી રહ્યા છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે, જેમાં ભાજપના 16 નામ જાહેર થવાની બાકી રહ્યા છે.

ઘાટલોડિયા બેઠક મુખ્યપ્રધાન લડશે - ભાજપની યાદીમાં સૌપ્રથમ નામ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું નામ સત્તાવાર જાહેર થઈ ચુક્યું છે. જેને પગલે ઘાટલોડિયા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને તેમનો પરિવાર થલતેજ અને ઘાટલોડિયા વિસ્તારમાં આવીને સ્થાનિકો સાથે ઉજવણી કરી હતી. ભાજપના ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસના એડવોકેટ અમીબહેન યાજ્ઞિક ચૂંટણી લડશે. જો કે ઘાટલોડિયા ભાજપનો ગઢ છે, અને ત્યાં ભાજપનો ઉમેદવાર રેકોર્ડબ્રેક મત સાથે જીતે છે.

69 રિપીટ ધારાસભ્યો -ભાજપે જાહેર કરેલ કુલ 160 ઉમેદવારોની યાદીમાંથી 69 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપી છે અને 91 નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. કુલ 24 ST અને 14 અનુસુચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. 4 ડૉકટર અને 4 પીએચડી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

રાજ્યકક્ષાના 5 પ્રધાનમાંથી 4ને ટિકિટ - ગુજરાતના વર્તમાન રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો) પાંચ પ્રધાનોમાંથી ચાર પ્રધાનોને ટિકિટ આપવામાં આવી છે. મોરબીથી બ્રિજેશ મેરજાનું પતું કપાયું છે. મજૂરાથી હર્ષ સંઘવી, નિકોલથી જગદીશ પંચાલ, કપરાડા જિતુ ચૌધરી અને વડોદરા મનિષા વકીલને ટિકિટ આપવામાં આવી છે.

રાજ્યકક્ષાના 9 પ્રધાનમાંથી 2 પ્રધાનોની ટિકિટ કપાઈ - ગુજરાત સરકારના વર્તમાન 9 રાજ્યકક્ષાના પ્રધાનમાંથી બે પ્રધાનની ટિકિટ કપાઈ છે. રાજકોટથી અરવિંદ રૈયાણી અને મહુવા બેઠક પરથી આર.સી મકવાણાની ટિકિટ કપાઈ છે. ઓલપાડથી મુકેશ પટેલ, મોરવાહડફથી નિમિષાબહેન સુથાર, સંતરામપુરથી કુબેરસિંહ ડિંડોર, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, પ્રાંતિજ બેઠક પર ગજેન્દ્રસિંહ પરમાર કતારગામ બેઠક પર વિનુ મોરડિયા અને કેશોદ બેઠક પર દેવા માલમને ટિકિટ આપીને રિપિટ કરાયા છે.

  • ક્યાં મોટા માથાની કપાઇ ટિકિટ તેની જગ્યાએ કોને મળી ટિકિટ

કચ્છ, મોરબી અને રાજકોટ બેઠક -નિમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યા પર કેશવ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખને ટિકિટ મળી છે. અંજાર બેઠક પર વાસણ આહીરની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યા પર ત્રિકમ છાંગાને ટિકિટ મળી છે. મોરબી બેઠકની વાત કરવામાં આવે તો, બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ છે અને કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામા આવી છે. પ્રધાન અરવિંદ રૈયાણીની ટીકીટ કપાઈ છે અને ઉદય કાનગડને ટીકીટ મળી છે. રાજકોટ પશ્ચિમમાં વિજય રૂપાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો જેથી તે સીટ પર ડૉ. દર્શિતા પારસ શાહને ટિકિટ મળી છે. રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલની ટિકિટ કપાઈ છે અને રમેશ ટીલાળાને ટિકિટ મળી આપવામાં આવી છે. આ બેઠક માટે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી.

જામનગર ઉત્તર અને વિસાવદર બેઠક - પૂર્વપ્રધાન હકુભા જાડેજાની ટિકિટ કપાઈ છે અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ મળી છે. મનગર દક્ષિણમાં આર.સીફળદુએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો જેના કારણે દિવ્યેશ અકબરીને ટિકિટ મળી છે. દ્વારકા પબુભાનો સિક્કો ફરી એક વાર ચાલી ગયો છે. માણાવદરમાં જવાહર ચાવડાને રીપીટ કરાયા છે. પોરબંદરમાં બાબુ બોખેરીયા પર ફરી પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

પક્ષ પલટું નેતાઓને ટિકિટ - કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબડીયાને ટિકિટ આપવામાં આવી છે. તલાલા બેઠક પર ભગા બારડને ટિકિટ આપવામાં આવી છે, જેઓ થોડા સમય પહેલાંજ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. કેશોદ બેઠક પર દેવામાલમને રિપીટ કરવામાં આવ્યા છે. ધારી બેઠક પર જે. વી, કાકડીયાને રિપીટ કરવામાં આવ્યા છે. સાવરકુંડલા બેઠક પર મહેશ કસવાલા પ્રદેશ મંત્રીને ટિકિટ આપવામાં આવી છે. મહુવા બેઠક પર આરતી મકવાણાની ટિકિટ કપાઈ છે અને તેમની જગ્યાએ શિવા ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગર ગ્રામ્યમાં પરસોત્તમ સોલંકીનો દબદબો યથાવત રહ્યો છે. ભાવનગર પશ્ચિમમાંથી જીતુ વાઘાણીને રીપીટ કરાયા છે. ગઢડા બેઠક પર સિનિયર ધારાસભ્ય આત્મારામની ટિકિટ કપાઇ છે અને પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ આપવામાં આવી છે.

બોટાદ -મંત્રી સૌરભ પટેલની ટિકિટ કપાઇ છે અને ઘનશ્યામ વિરાણીને ટીકીટ આપવામાં આવી છે. જંબુસર બેઠક પર દેવકિશોર દાસ સાધુ ઉર્ફે ડી. કે. સ્વામીને ટિકિટ આપવામાં આવી છે. ભરૂચના સિનિયર ધારાસભ્ય દુષયત પટેલની ટીકીટ કપાઈ છે અને રમેશ નારણદાસ મિસ્ત્રીને ટિકિટ આપવામાં આવી છે. વલસાડમાં તમામ બેઠકો રિપીટ કરવામાં આવી છે. શંકર ચૌધરીનું ચૂંટણીની રાજનીતિમાં કમબેક થયું છે, તેઓ બનાસકાંઠાના થરાદથી ચૂંટણી લડશે.

કોને સ્થાને કોને ટિકિટ અપાઇ વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીની સામે મણી વાઘેલાને મેદાને ઉતારવામાં આવ્યા છે. મણી પટેલ આનંદીબહેનના ગ્રુપના નજીકના ગણાય છે. ચાણસ્મામાં પૂર્વ મંત્રી દિલીપ ઠાકોરનો દબદબો યથાવત રહ્યો છે. ઊંઝા બેઠક પર કે. કે. પટેલને ટિકિટ આપવામાં આવી છે. સિધ્ધપુરમાં બળવંતસિંહ રાજપૂતને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બળવંતસિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. સિદ્ધપુર બેઠક પર વિપક્ષમાંથી જયનારાયણ વ્યાસ લડે તેવી પ્રબળ શકયતાઓ છે. મહેસાણામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની જગ્યાએ મુકેશ પટેલને ટિકિટ આપનવામાં આવી છે. ઇડરથી અભિનેતા હિતુ કનોડિયાની ટિકિટ કપાઈ છે અને રમણલાલ વોરાને ટિકિટ આપવામાં આવી છે. બાયડ બેઠક પર ભાજપે પહેલીવાર મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. આ બેઠક પર ધવલ સિંહ ઝાલાની ટિકિટ કાપીને ભીખીબેન પરમારને ટિકિટ આપી છે.

અમદાવાદ -દસ્ક્રોઈ બેઠક પર 4 ટર્મથી બાબુ જમનાને રિપીટ કરવામાં આવી રહ્યા છે. વિરમગામ બેઠક પર હાર્દિક પટેલને ટિકિટને ટિકિટ આપવામાં આવી છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. વેજલપુર બેઠક પર કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ છે અને અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. એલિસબ્રિજ બેઠક પર 3 ટર્મના ધારાસભ્ય રાકેશ શાહની ટિકિટ કપાઇ છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. નારણપુરા બેઠક પર પૂર્વ પ્રધાન કૌશિક પટેલની ટિકિટ કપાઈ છે અને નારણપુરા બેઠક પર જીતેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. જમાલપુર ખાડિયા બેઠક પર ભુષણ ભટ્ટને ટિકિટ અપાઈ છે. જેઓ અશોક ભટ્ટના પુત્ર છે. ભુષણ ભટ્ટ 2017માં 29,339 મતથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા સામે હાર્યા હતા. નિકોલ બેઠક પર જગદીશ પંચાલને રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 3 મહિલા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નરોડા બેઠક પર ડૉ. પાયલ કુકરાનીને ટિકિટ આપવામાં આવી છે. અસારવા બેઠક પર પ્રધાન પ્રદીપ પરમારની ટિકિટ કપાઈ છે અને અસારવામાં દર્શનાબહેન વાઘેલાને ટિકિટ મળી છે.

રિપિટ થિયરી અપનાવી - નડિયાદ બેઠક પર 5 ટર્મથી પંકજ દેસાઈને રિપીટ કરવામાં આવી રહ્યા છે. ગારીયાધાર બેઠક પર કેશુ નાકરાણી 7 ટર્મ રિપીટ થઇ રહ્યા છે. શેહરા બેઠક પર જેઠા ભરવાડ 5 ટર્મથી રિપીટ થઇ રહ્યા છે. વડોદરામાં વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ દબંગ નેતાની ટિકિટ કપાઇ છે. વાઘોડિયા બેઠક પર અશ્વિન પટેલને ટિકિટ મળી છે. છોટા ઉદેપુર બેઠક પર મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્ર સિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ બે દિવસ પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. ડભોઇ બેઠક પર શૈલેષ મહેતાનો દબદબો યથાવત છે. રાવપુરા બેઠક પરથી વર્તમાન કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઈ છે. રાવપુરા બેઠક પર બાલકૃષ્ણ શુકલને ટિકિટ આપવામાં આવી છે.

Last Updated : Nov 10, 2022, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details