તિરુવનંતપુરમ:કેરળમાં શાસક સીપીઆઈએમની યુવા પાંખ ડીવાયએફઆઈ અને યુથ કોંગ્રેસે મંગળવારે જાહેરાત કરી હતી કે બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' રાજ્યમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ જાહેરાત ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (DYFI) દ્વારા તેના ફેસબુક પેજ પર કરવામાં આવી હતી. ઉલ્લેખવનીય છે કે કેન્દ્ર દ્વારા સોશિયલ મીડિયા પર ડોક્યુમેન્ટ્રીના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કેરળમાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી બતાવશે:યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શફી પરાંબીએ પણ ફેસબુક દ્વારા ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીંગની જાહેરાત કરી હતી. KPCC લઘુમતી સેલ દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે ગણતંત્ર દિવસ પર તેઓ સમગ્ર કેરળમાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી બતાવશે.
સ્ક્રિનિંગના વિરોધમાં ભાજપઃબીજેપીના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રને બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ સામે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનને ફરિયાદ કરી છે અને કહ્યું છે કે દેશનું અપમાન કરતી દસ્તાવેજી પર પ્રતિબંધ મૂકવો જોઈએ. યુવા મોરચાનું કહેવું છે કે તેઓ કેરળમાં બીબીસીની ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ થવા દેશે નહીં.
આ પણ વાંચો:BBC Documentary Controversy: JNU પ્રશાસનની ચેતવણી, કેમ્પસમાં BBCની ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ થશે તો કડક પગલાં લેવાશે
કિરેન રિજિજુએ ડોક્યુમેન્ટ્રી પર કર્યા આકરા પ્રહારો:ઉલ્લેખનીય છે કે મંગળવારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ બીબીસી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીને લઈને આકરા પ્રહારો કર્યા હતા. અલ્પસંખ્યક પરના તેમના પહેલાના ટ્વિટને ટેગ કરતા, રિજિજુએ હિન્દીમાં ટ્વિટ કર્યું, "કેટલાક લોકો માટે ગોરા શાસકો હજુ પણ એવા માલિક છે જેમનો ભારત અંગેનો નિર્ણય અંતિમ છે અને ભારતની સર્વોચ્ચ અદાલત અથવા ભારતના લોકોની ઇચ્છાનો નિર્ણય નથી."
દેશની ગરિમા અને છબીને ગમે તેટલી નીચી કરવાનો પ્રયાસ:તેમણે દાવો કર્યો કે દેશ સકારાત્મકતા સાથે આગળ વધી રહ્યો છે. બે દિવસ પહેલા રિજિજુએ એમ પણ કહ્યું હતું કે, 'ભારતમાં કેટલાક લોકો હજુ પણ સંસ્થાનવાદી નશામાંથી બહાર આવ્યા નથી. તેઓ બીબીસીને ભારતની સર્વોચ્ચ અદાલતથી ઉપર માને છે અને તેમના નૈતિક આકાઓને ખુશ કરવા દેશની ગરિમા અને છબીને ગમે તેટલી નીચી કરે છે.
આ પણ વાંચો:BBC Documentary: પાકિસ્તાની પત્રકારના મનસૂબા પર પાણી ફરી વળ્યું, અમેરિકાએ આપ્યો આવો જવાબ
આ સાથે જ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વહીવટીતંત્રે સોમવારે કેમ્પસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને લઈને એક એડવાઈઝરી જારી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ડોક્યુમેન્ટરીને લઈને કોઈપણ છત્ર સંસ્થાએ જેએનયુ પ્રશાસન પાસેથી પરવાનગી લીધી નથી. જો તેની તપાસ થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.