સિવાન-બિહાર:બિહારના સિવાન જિલ્લામાં સોમવારે (Siwan Crime Bihar) સવારે પાંચ ગામોના લોકોએ પોતાના ગામમાં લાંબા સમય સુધી અંધારપટ્ટ યથાવત રહેવાનું કારણ જાણ્યું તો તેઓ ચોંકી ગયા હતા. કારણ કે, આ ગામમાંથી ચોર ટ્રાન્સફોર્મરની(Thieves steal transformer) ચોરી કરી ગયા હતા. જેના કારણે અનેક ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
અસામાન્ય ઘટના:સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ચોરીની ઘટના સામે આવે ત્યારે કોઈ દસ્તાવેજ, કેશ, પૈસા કે ઝવેરાતની ચોરી હોવાનું જાણવા મળે છે. પણ બિહારના સિવાનમાંથી ભેજાબાજ વીજળીના ટ્રાંસફોર્મર ચોરી ગયા હતા. બિહારના સિવાન જિલ્લાના રઘુનાથપુર વિસ્તારના પાંચ ગામોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો.
મોટી મુશ્કેલી:સિવાન જિલ્લાના રઘુનાથપુર વિસ્તારમાં વોર્ડ નંબર 12 અને 14 સાથે જોડાયેલા ગ્રામવાસીઓ ટ્રાન્સફોર્મરની ચોરીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. 16KVA ટ્રાન્સફોર્મર સાથે ઘરફોડ ચોરીઓ થઈ હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગ્રામજનોને ડર હતો કે ટ્રાન્સફોર્મરની ચોરી કરવા પાછળનો હેતુ અંધારાનો લાભ લઈ આગામી દિવસોમાં મોટી ચોરીને અંજામ આપવાનો હોઈ શકે છે.
વીજ વિભાગ દોડ્યું:વીજ વિભાગને રઘુનાથપુર બાજા, પંજવાર, કૃષિ ફાર્મ, આમવરી અને મુરારપટ્ટી જેવા પાંચ ગામોમાંથી ટ્રાન્સફોર્મરની ચોરીની જાણ કરવામાં આવી છે. આ વાત સામે આવતા વીજ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
"ચોર પાંચ ગામોમાં લગાવેલા ટ્રાન્સફોર્મર લઈ ગયા હતા. અમે ગુનાના સ્થળેથી એક મોટરસાઈકલ પણ મેળવી લીધી છે, જે સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. I આ મામલે એફઆઈઆર નોંધવા માટે લેખિત ફરિયાદ કરી છે."--અમિત મૌર્ય (રઘુનાથપુર વિસ્તારના જુનિયર ઈજનેર )