- દેશમાં પ્રથમ IVF પદ્ધતિ દ્વારા ભેંસે પાડાને જન્મ આપ્યો
- કચ્છ વિસ્તારમાં બન્ની જાતીની ભેંસ જોવા મળે છે
- કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આપી માહિતી
સોમનાથ : દેશમાં પ્રથમ IVF પદ્ધતિ દ્વારા ભેંસે પાડાને જન્મ આપ્યો છે. આ ભેંસનું નામ બન્ની છે. ખેડૂત વિનય એલ વાળાના ઘરે સ્થાપિત IVF ગર્ભધારણથી 6 બન્ની ભેંસોને આ રીતે પાડાનો જન્મ થવાનો છે. એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી કે, ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભેંસની મુખ્ય જાતિ બન્નીની એક ભેંસે ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂતના ઘરે IVF ટેકનિક દ્વારા પાડાને જન્મ આપ્યો છે.
દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા માટે જાણીતી ભેંસ
અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટેકનીક દ્વારા ભેંસના પાડાના જન્મનો હેતુ આનુવંશિક રીતે સારી ગણાતી આ ભેંસોની સંખ્યામાં વધારો કરવાનો છે, જેથી દૂધનું ઉત્પાદન પણ વધી શકે. આ બન્ની ભેંસ શુષ્ક વાતાવરણમાં પણ વધુ દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા માટે જાણીતી છે.