ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાદાઇથી ઉજવવામાં આવી માં છિન્નમસ્તિકાની જયંતિ, DGP સંજય કુંડૂએ ચિંતપૂર્ણી પહોંચીને કરી તપાસ - Mother Chinnamastika Jayanti celebrated in a simple way

માં છિન્નમસ્તિકા જયંતિ માતા ચિંતપૂર્ણિના દરબારમાં કોરોના કરફ્યૂના કારણે સરળ રીતે મનાવવામાં આવી હતી. માતાની જન્મજયંતિ નિમિત્તે મંદિરના મુખ્ય પુજારીઓ વિધિવત પ્રાર્થના કરી અને એક હવનનું પણ આયોજન કર્યું હતું. આ દરમિયાન હિમાચલ પ્રદેશ પોલીસના મહાનિદેશનક જનરલ સંજય કુંડૂ ચિંતપૂર્ણી પહોંચ્યા અને વ્યવસ્થાની તપાસ કરી હતી.

સાદાઇથી ઉજવવામાં આવી માં છિન્નમસ્તિકાની જયંતિ
સાદાઇથી ઉજવવામાં આવી માં છિન્નમસ્તિકાની જયંતિ

By

Published : May 27, 2021, 10:59 AM IST

  • છિન્નમસ્તિકા જયંતિની ઉજવણી સાદાઇથી કરાઇ
  • ભક્તો માટે કોવિડ -19ના કારણે પહેલાથી જ મંદિરના દરવાજા બંધ થઈ ગયા છે
  • કાર્યક્રમ માટે માતાના દરબારને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે

ચિંતપૂર્ણી-ઉના: માતા ચિંતપૂર્ણીના દરબારમાં આજે માં છિન્નમસ્તિકા જયંતિની ઉજવણી કોરોના કરફ્યૂના કારણે સરળ રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમ માટે માતાના દરબારને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. રંગબેરંગી ફૂલોના શણગારથી દરબારની સુંદરતા નિર્માણ થઈ રહી છે. જો કે, ભક્તો માટે કોવિડ -19ના કારણે પહેલાથી જ મંદિરના દરવાજા બંધ થઈ ગયા છે. આને કારણે માત્ર દૈનિક પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

સાદાઇથી ઉજવવામાં આવી માં છિન્નમસ્તિકાની જયંતિ

આ પણ વાંચોઃકોરોના સંક્રમણથી મુક્તિ મળે તે માટે કષ્ટભંજન દેવને દીપમાળા કરાઇ

હવન કરીને માં છિન્નમસ્તિકાની જયંતિ ઉજવવામાં આવી

માતાની જન્મજયંતિ નિમિત્તે મંદિરના મુખ્ય પુજારીએ વિધિવત પ્રાર્થના કરી હતી અને એક હવનનું પણ આયોજન કર્યું હતું. માં છિન્નમસ્તિકાની જન્મ જયંતિની ઉજવણી મંદિર પરિસરમાં ખૂબ જ સરળ રીતે કરવામાં આવી હતી. આ દરમિયાન હિમાચલ પ્રદેશ પોલીસના મહાનિદેશક સંજય કુંડૂ પણ ચિંતપૂર્ણી પહોંચ્યા અને વ્યવસ્થાઓની તપાસ લીધી હતી.

માતાના દરબારને રંગબેરંગી ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો

ઉત્તર ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળ ચિંતપૂર્ણીમાં બુધવારે માતા શ્રી છિન્નમસ્તિકાની જન્મજયંતિની ઉજવણી એક સરળ સમારોહ તરીકે કરવામાં આવી હતી. માતાના દરબારને રંગબેરંગી ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. જો કે, ભક્તો માટે મંદિરના દરવાજા બંધ હોવાને કારણે મંદિરમાં બિલકુલ ભીડ જોવા મળી ન હતી.

માતાના ભક્તોને માંની જયંતિના અભિનંદન

મંદિરના પુજારી વર્ગ બારીદાર સભાના અધ્યક્ષ રવિન્દ્ર છીંદાએ દેશ-વિદેશમાં સ્થાયી થયેલા માતાના ભક્તોને માંની જયંતિના અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે માતાને પ્રાર્થના કરી છે કે, તમામ ભક્તોની તબિયત સારી રહે, સૌનો વ્યવસાય વધે. બધી માનવજાત વૈશ્વિક મહામારી કોવિડ -19થી સુરક્ષિત રહે.

વૈશ્વિક મહામારી કોરોનાથી જલ્દી જ છૂટકારો મળે તેવી પ્રાર્થના કરાઇ

તેમણે માતાના ચરણોમાં વિનંતી કરી છે કે, તમારા દર્શન માટે તરસી રહેલા કરોડો ભક્ત જલ્દી તમારા દરબારમાં પહોંચે. બીજી તરફ, પૂજારી સંદિપ કાલિયાએ જણાવ્યું હતું કે, પુજારી વર્ગ દ્વારા મંદિરમાં વિશેષ પૂજા અને હવન યજ્ઞ કરીને વૈશ્વિક મહામારી કોરોનાથી જલ્દી જ છૂટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃયાત્રાધામ ડાકોરમાં બંધ બારણે વૈશાખી પૂર્ણિમાની ઉજવણી

DGP સંજય કુંડૂ પણ નિયમોનું પાલન કરતા સીડી પરથી જ નતમસ્તક થયા

આ દરમિયાન જિલ્લા ઉનાની મુલાકાત લેતા હિમાચલ પ્રદેશ પોલીસના મહાનિદેશક સંજય કુંડૂએ ચિંતપૂર્ણિની વ્યવસ્થાની તપાસ કરી તો ત્યા મંદિરના દરવાજા બંધ હોવાના કારણે DGPસંજય કુંડૂ પણ નિયમોનું પાલન કરતા સીડી પરથી જ નતમસ્તક થયા. કુંડૂએ જનતાને કોરોના સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details