ન્યુઝ ડેસ્ક: મહિન્દ્રા ગ્રુપના વડા આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર પ્રતિભાને નવી ઓળખ (Anand Mahindra Job Offer) આપી છે. દિવ્યાંગ બિરજુ રામને નોકરી આપતા (Birju Ram got a job) તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ'...
ઘણી થઇ 'નેગેટિવ' વાતો
આનંદ મહિન્દ્રાએ બિરજુને આપવામાં આવેલી નોકરી સાથે જોડાયેલી તસવીર શેર (Anand mahindra share photos) કરતા કહ્યું કે, તેમના વિશે યુટ્યુબ પર ઘણા વીડિયો બનાવવામાં આવ્યા હતા, જેમાં તેમના વિશે નકારાત્મક વાતો કરવામાં આવી હતી. પરંતુ હું રામ અને મહિન્દ્રા લોજિસ્ટિક્સ કંપનીનો આભાર માનું છું કે, બિરજુ રામને દિલ્હીમાં અમારા ઇલેક્ટ્રિક વ્હીકલ યાર્ડમાં નોકરી મળી છે. દરેક વ્યક્તિને મોકો મળવો જોઈએ (everyone deserve a break).
મંદિરો અને મસ્જિદોની બહાર ભીખ માંગે છે
હકીકતમાં, ઘણા યુટ્યુબર્સે બિરજુ વિશે નેગેટિવ વીડિયો બનાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે મંદિરો અને મસ્જિદોની બહાર ભીખ માંગે છે. તેણે ઓછા પૈસામાં કામ કરવાની જરૂર નથી. એટલા માટે આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વીટમાં આ નકારાત્મક બાબતોનો ઉલ્લેખ કર્યો છે.