નવી દિલ્હીઃ પ્રસિદ્ધ કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું આજે 83 વર્ષની વયે નિધન (Birju Maharaj Passes Away) થયું છે. આ સાથે જ દેશને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તેમના પરિવારે આ અંગે માહિતી આપી હતી. બિરજુ મહારાજનું મૂળ નામ બ્રિજમોહન મિશ્રા (Birju Maharaj's original name was Brijmohan Mishra) હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના દિવસે લખનઉમાં થયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President paid homage to Birju Maharaj), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi pays tribute to Birju Maharaj), કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah paid homage to Birju Maharaj) સહિતના ઉચ્ચ નેતાઓએ બિરજુ મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો-Mother of Orphans Passes Away : અનાથોની માતા પદ્મશ્રી સિંધુ તાઈ સપકાલનું નિધન
સોમવારની રાત્રે બિરજુ મહારાજે લીધા અંતિમ શ્વાસ
આ અંગે મળતી માહિતી અનુસાર, પ્રખ્યાત કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન હૃદય રોગના હુમલાથી (Birju Maharaj dies of heart attack) થયું હતું. પદ્મ વિભૂષણથી (Padma Vibhushan Birju Maharaj) સન્માનિત 83 વર્ષના બિરજુ મહારાજે રવિવારે અને સોમવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આ અંગે માહિતી આપી હતી. ગાયક અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
ગાયક અદનાન સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મહાન કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. આજે આપણે કળા ક્ષેત્રે એક અનોખી સંસ્થા ગુમાવી છે. તેણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.
બિરજુ મહારાજનું જીવનચરિત્ર
લખનઉ ઘરાનાથી સબંધ ધરાવતા બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938એ લખનઉમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રિજમોહન મિશ્રા (Birju Maharaj's original name was Brijmohan Mishra) હતું. કથક નૃત્યાંગના ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નર્તકો હતા. બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. આ સિવાય તેણે સત્યજિત રેની ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં પણ સંગીત આપ્યું હતું.
આ પણ વાંચો-કોવિડ પોઝિટિવ વિશાલ દદલાનીના પિતાનું નિધન, કહ્યું- ઘરે પણ જઈ ન શક્યો
બિરજુ મહારાજની સિદ્ધિઓ
બિરજુ મહારાજને વર્ષ 1983માં પદ્મ વિભૂષણથી (Padma Vibhushan Birju Maharaj) સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. વર્ષ 2012માં તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2016માં બાજીરાવ મસ્તાનીના ગીત 'મોહે રંગ દો લાલ'ને કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.