નવી દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે એક મિકેનિઝમ ગોઠવવાની જોગવાઈ ધરાવતા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરોની નિમણૂકો અને સેવાની શરતોને નિયંત્રિત કરવા માટેનું બિલ ગુરુવારે લોકસભામાં ચર્ચા અને પસાર કરવા માટે મૂકવામાં આવ્યું હતું.
કાયદામંત્રી સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો:આ દરમિયાન કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો. તે નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે કાયદો બનાવવાની વાત કરી હતી. પણ ઘણા વર્ષો વીતી ગયા. તેમણે કહ્યું કે 1991માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કોઈ ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ આ અંગે કાયદો નહીં બનાવે ત્યાં સુધી તેના નિર્ણય મુજબ નિમણૂકની વ્યવસ્થા ચાલુ રહેશે. સરકાર આ સંદર્ભમાં આ કાયદો બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે રાજ્યસભાએ આ બિલ પાસ કરી દીધું છે.
મેઘવાલે કહ્યું કે ખરડામાં સરકારી સુધારા હેઠળ 'સર્ચ કમિટી'નું નેતૃત્વ હવે કેબિનેટ સચિવને બદલે કાયદા મંત્રી કરશે અને બે સચિવ સભ્યો હશે. તેમણે કહ્યું કે સરકારી સુધારા હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો પગાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલો હશે. મેઘવાલે જણાવ્યું હતું કે બિલમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે જે હેઠળ સીઈસી અને ચૂંટણી કમિશનરો જો ફરજ બજાવતા કોઈપણ આદેશ પસાર કરે તો કોર્ટમાં કોઈપણ કાર્યવાહીથી સુરક્ષિત રહેશે.
ભાજપના સંજય જયસ્વાલે બિલ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે દેશના બંધારણની સુંદરતા એ છે કે તમામ અંગોના અધિકારોને સારી રીતે સમજાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીએ પોતાની સરકાર દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકનો દુરુપયોગ કર્યો છે. જયસ્વાલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ક્યારેય બંધારણીય સંસ્થાઓને સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં રહેવા દેતી નથી. તેમણે કહ્યું કે આ કાયદો પસાર થવાથી ચૂંટણી પંચને સ્વતંત્ર રીતે કામ કરવાનું વાતાવરણ મળશે. રાજ્યસભાએ 12 ડિસેમ્બરે બિલ પાસ કર્યું હતું.
- શિયાળું સત્ર 2023: સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોનું સરકાર વિરોધી પ્રદર્શન, માર્ચ યોજી કર્યા સુત્રોચ્ચાર
- આજે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક, લોકસભા ચૂંટણી 2024ના રોડમેપ પર થશે મંથન