ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bilkis Bano case: SCએ ગુજરાત સરકારને ફરી કરી કાર્યવાહીની ટકોર - gujarat govt Bilkis Bano case

સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી જેમાં તેણે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને દોષિતોને માફીના આદેશ સહિતની કાર્યવાહીનો સમગ્ર રેકોર્ડ ફાઇલ કરવા જણાવ્યું હતું. sc to gujarat govt on bilkis bano

Bilkis Bano case SC asks Gujarat govt to file entire record of proceedings
Bilkis Bano case SC asks Gujarat govt to file entire record of proceedings

By

Published : Sep 9, 2022, 5:48 PM IST

ન્યુઝ ડેસ્કઃ SCએ આ કેસમાં તમામ સંબંધિત રેકોર્ડ રજૂ કરવા માટે ગુજરાત સરકારને (sc to gujarat govt on bilkis bano) 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. PM મોદીએ 'વસાહતી માનસિકતા દૂર કરવા' કહ્યું તેના એક દિવસ પછી, ભારતે એક દિવસના શોકની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટ ત્રણ અઠવાડિયા પછી આ મામલે સુનાવણી કરશે.

11 દોષિતોની મુક્તિઃ સર્વોચ્ચ અદાલત TMC સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા દાખલ કરાયેલી અરજીઓ અને અન્ય એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં ગુજરાત સરકાર દ્વારા માફી પર 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે (gujarat govt Bilkis Bano case) તેની માફી નીતિ હેઠળ તેમની મુક્તિની મંજૂરી આપ્યા પછી 11 દોષિતો ભારતના 75મા સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર ગોધરા સબ-જેલમાંથી બહાર નીકળી ગયા હતા.

21 વર્ષની હતી બિલકીસ બાનોઃગોધરા ટ્રેન સળગાવ્યા બાદ ફાટી નીકળેલી હિંસામાંથી ભાગતી વખતે બિલકીસ બાનો (Bilkis Bano case) 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેના પર સામૂહિક દુષ્કર્મ થયો હતો. દોષિતોએ 2002ના ગોધરા રમખાણોમાં પીડિતાના સમગ્ર પરિવારની પણ હત્યા કરી હતી. તેમની મુક્તિથી હજારો લોકોમાં વિવાદ અને આક્રોશ ફેલાયો છે. ઘણા લોકોએ ગુજરાત સરકારની માફીની નીતિની નિંદા કરી છે.

ગેંગરેપ અને હત્યાઃ કાર્યકર્તાઓ અને ઈતિહાસકારો સહિત 6,000થી વધુ લોકોએ સુપ્રીમ કોર્ટને આ કેસમાં દોષિતોની વહેલી મુક્તિને રદ કરવા વિનંતી કરી હતી. 25 ઓગસ્ટે, સર્વોચ્ચ અદાલતે આ અરજીમાં ગુજરાત સરકારના ગેંગરેપ અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને અકાળે મુક્ત કરવાની મંજૂરી આપવાના આદેશને પડકારતી નોટિસ જારી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details