બિલાસપુરઃ છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. સાકરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની મુત દેહ ટુકડાઓમાં મળી આવી છે. હત્યા કરાયેલી મુતદેહ ટુકડા કરી પાણીની ટાંકીમાં સંતાડી દેવામાં આવ્યા હતા. પોલીસને આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસ ચોરીના બીજા બનાવમાં શંકાના આધારે યુવકના ઘરે પહોંચી હતી. આરોપી પતિને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલુ છે.
આ પણ વાંચો Junagadh Crime: ભીંડોરી ગામમાંથી અગાઉ ભાગી ગયેલા પ્રેમીઓનો મળ્યો મૃતદેહ, પોલીસ દોડતી થઈ
2 મહિના પહેલા પત્નીની હત્યા કરી :પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ગીતાંજલિ નગરમાં રહેતા તખાતપુરના પવન ઠાકુરે સતી સાહુ નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. આરોપી યુવક સીસીટીવી લગાવવાનું કામ કરતો હતો. તેને બે બાળકો હતા. પરંતુ આરોપી પવન ઠાકુરને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ શંકાના કારણે બે માસ પહેલા તે પહેલા તેના બે બાળકોને ગામમાં મુકી ગયો હતો. પત્નીની હત્યા કર્યા બાદ મુતદેહ પોલીથીનમાં ટુકડા કરીને પાણીની ટાંકીમાં રાખી હતી.આ દરમિયાન આરોપીએ મૃતદેહને છુપાવવાનો ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ તેને તક મળી ન હતી
આ પણ વાંચો Rajkot Crime: અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાયાની આશંકા
મૃતદેહ મળી આવ્યો: રવિવારે ક્રાઈમ બ્રાંચની ટીમ ચોરીના આરોપી યુવકના ઘરે અને અન્ય કોઈ કેસમાં શોધ કરવા પહોંચી હતી. દરમિયાન ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપી પતિએ બે મહિના પહેલા તેની પત્નીની હત્યા વિશે જણાવ્યું હતું. સાકરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સાગર પાઠકે જણાવ્યું કે, "મહિલાની મુતદેહ ટુકડા મળી આવ્યા છે. મુતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. મૃતકના પતિની પૂછપરછ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી છત્તીસગઢમાંથી ચોંકાવનારી ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. જેની તપાસ કરતી ખુદ પોલીસ પણ ચોંકી જાય છે.