બેંગલુરુમાં રોડ પર મોટો સિંકહોલ પડતાં બાઇકચાલક ઘાયલ બેંગલુરુ: બેંગલુરુના અશોક નગરમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો કન્સ્ટ્રક્શનને લગતા ચાલી રહેલા કામ વચ્ચે રોડનો એક હિસ્સો ખાડામાં પડી ગયો છે. અચાનક રસ્તાની વચ્ચે એક વિશાળ સિંકહોલ દેખાયો. આ ઘટના જોન્સન માર્કેટ રોડ પર બની હતી જ્યાં એક બાઇકર સિંકહોલમાં પડી ગયો હતો અને ઘાયલ થયો હતો. વાહનચાલકો રાબેતા મુજબ મુસાફરી કરી રહ્યા હતા. આ સમયે અચાનક રસ્તો તૂટી પડ્યો હતો. બાઈકર ખાડામાં પડી જતાં ઘાયલ થયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પોલીસે જણાવ્યું હતું.
બેંગલુરુમાં રોડ પર મોટો સિંકહોલ સિંકહોલમાં બાઇકચાલક પડી જતા તેને ગંભીર ઇજા:શહેરના જોન્સન માર્કેટ રોડની વચ્ચે અચાનક એક ગોળ સિંકહોલ પડી ગયો હતો. જ્યાં દરરોજ સેંકડો વાહનો અવર-જવર કરે છે. સિંકહોલમાં બાઇકચાલક પડી જતા તેને ગંભીર ઇજા થવા પામી હતી. બાઈકરને વધુ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બ્રિગેડ રોડ પર મેટ્રો લાઇન પાસે બની હતી.
આ પણ વાંચોSecurity breach at PM Modi's roadshow: કર્ણાટકમાં PM મોદીના રોડ શોમાં સુરક્ષાનો ભંગ, એક વ્યક્તિએ હાર પહેરાવવાનો કર્યો પ્રયાસ
ડીસીપી કાલા કૃષ્ણમૂર્તિ ઘટનાસ્થળે:માહિતી મળ્યા બાદ પૂર્વ વિભાગના ડીસીપી કાલા કૃષ્ણમૂર્તિ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. એકાએક રોડ તૂટી જવાના કારણે આસપાસના માર્ગો પર ટ્રાફિક જામ વધી ગયો છે અને પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે રૂટ બદલી નાખ્યો છે. આ તે રસ્તો છે જે અદુગોડીને શિવાજીનગરથી જોડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરંગમાં ચાલી રહેલા મેટ્રો વર્કને કારણે રસ્તાના વચ્ચેના ભાગમાં માટી ઢીલી પડી છે. હાલ ટ્રાફિક પોલીસે રોડના બે ભાગ બ્લોક કરી દીધા છે.
આ પણ વાંચોRamcharitmanas Controversy: રામચરિત માનસના વિવાદાસ્પદ નિવેદન પર શિક્ષા પ્રધાન અડગ
બેંગલુરુમાં અન્ય અકસ્માત: બેંગલુરુમાં નિર્માણાધીન એક મેટ્રોનો થાંભલો મંગળવારે વહેલી સવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં તેજસ્વિની (28 વર્ષ) અને તેનો પુત્ર વિહાન (2.5 વર્ષ) મૃત્યુ પામ્યા અને મૃતક તેજસ્વિનીના પતિ લોહિત કુમાર અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગોવિંદપુર પોલીસ સ્ટેશન હેઠળના HBR લેઆઉટ પાસે સવારે 9.30 વાગ્યે નાગવારા નજીક આ ઘટના બની હતી. આ ઘટના બેંગલુરુના નાગાવારા વિસ્તારની છે. આ ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સીએમએ તપાસના આદેશ આપ્યા પછી અને કેસમાં કોઈ ધરપકડ ન થવા પર ગુસ્સે થયા પછી સાત લોકો અને એક બાંધકામ પેઢીને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.