ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણામાં કરૂણ અકસ્માત: ત્રણ બાઇક સવારો પર ઇલેક્ટ્રિક વાયર પડ્યો, પતિ-પત્નીનું મોત, એક ઘાયલ - BIKE RIDING COUPLE BURNT ALIVE IN HARYANA

Couple Burnt Alive In Haryana: હરિયાણાના પલવલ જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. હાઇ ટેન્શન વાયર તૂટીને બાઇક પર સવાર દંપતી પર પડ્યો હતો. વીજ કરંટ લાગવાથી પતિ-પત્ની જીવતા દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા હતા. જ્યારે પરિવારનો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

BIKE RIDING COUPLE BURNT ALIVE IN HARYANA HUSBAND AND WIFE BURNT ALIVE IN PALWAL CHANDHAT GHODI CHOWK
BIKE RIDING COUPLE BURNT ALIVE IN HARYANA HUSBAND AND WIFE BURNT ALIVE IN PALWAL CHANDHAT GHODI CHOWK

By ETV Bharat Gujarati Team

Published : Dec 10, 2023, 9:21 PM IST

પલવલ: હરિયાણાના પલવલ જિલ્લામાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. હાઇ ટેન્શનનો વીજ વાયર તૂટીને બાઇક પર જઇ રહેલા પતિ-પત્ની પર પડ્યો હતો. અકસ્માતમાં પતિ-પત્ની જીવતા દાઝી ગયા હતા. જ્યારે ત્રીજા યુવકને ગંભીર હાલતમાં સફદરજંગ રિફર કરવામાં આવ્યો છે.

પરિવારની ખુશી શોકમાં બદલાઈ ગઈ:પલવલના ચાંદહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોડી ચોકમાં મોતનો આવો તાંડવ જોવા મળ્યો, જેને જોઈને કોઈની પણ આત્મા કંપી જશે. હાઇ ટેન્શન વાયર તૂટીને પુત્રીના લગ્ન પ્રસંગ જોવા બાઇક પર જઇ રહેલા માતા-પિતા સહિત ત્રણ લોકો પર પડતાં પરિવારજનોની ખુશી ક્ષણભરમાં માતમમાં ફેરવાઇ ગઇ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે અકસ્માત એટલો ભયાનક હતો કે બોમ્બ વિસ્ફોટની જેમ ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 45 વર્ષીય બચ્ચુ સિંહ અને તેની પત્ની સત્તો દેવી (42) ચંદહાટ ગામના રહેવાસીઓનું દુઃખદ અવસાન થયું હતું. જ્યારે એક જ પરિવારનો 32 વર્ષીય દીપક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આસપાસના લોકોએ દીપકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેનો જીવ તો બચી ગયો પરંતુ તે સફદરજંગ હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યો છે.

પૂર્વ મંત્રીએ વીજ વિભાગના અધિકારીઓને દોષી ગણાવ્યા:મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. જોકે, પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. જે બાદ આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. અકસ્માતની માહિતી મળતાં પૂર્વ મંત્રી કરણ સિંહ દલાલના ભાઈ પ્રેમ દલાલ પણ જિલ્લા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને આ અકસ્માત માટે વીજળી વિભાગના અધિકારીઓની બેદરકારીને જવાબદાર ગણાવી. આ ઉપરાંત, સરકારે મૃતકોના પરિવારના સભ્યોને 11-11 લાખ રૂપિયાની આર્થિક સહાયની ખાતરી આપી છે. કરણસિંહ દલાલે વીજળી વિભાગના અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

  1. ગેરકાયદે પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપાયો કારખાનેદાર, કહ્યું..આ માટે રાખી હતી પિસ્ટલ
  2. વલસાડના પાટી ગામે વીજચોરી પકડાઈ જતાં DGVCLની ટીમ ઉપર હુમલો, જુનિયર એન્જીનિયરને ઇજા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details