બિકાનેર : સોમવારે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ખાજુવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી અને 60 હજાર રૂપિયાની નકલી નોટો જપ્ત કરી હતી. બિકાનેર જિલ્લા પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. બિકાનેર જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા વ્યક્તિ રામાનંદ પાસેથી 36 હજાર અને રમેશ પાસેથી રૂ. 24 હજાર રુપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.
બીએસએફ મેદાન નજીકથી ધરપકડ : ખાજુવાલા પોલીસ સ્ટેશનના અધિકારી રામ પ્રતાપના નેતૃત્વમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓની સોમવારે ખાજુવાલા પોલીસ સ્ટેશન વિસ્તારના બીએસએફ મેદાન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમના નિર્દેશ હેઠળ બાતમીદારની બાતમી પરથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.
કોટગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો :પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ આ નકલી નોટોને અનુપગઢ જિલ્લાના રાવલા મંડીના બજારમાં ફરતી કરવાની યોજના બનાવી રહ્યા હતાં. બંને આરોપીઓ વિરુદ્ધ બિકાનેરના કોટગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં કોટગેટ પોલીસ સ્ટેશન બિકાનેરમાં સાયબર ક્રાઈમ અને નકલી ચલણને લઈને નોડલ છે આથી આ કેસ કોટગેટ પોલીસ સ્ટેશનમાં જ નોંધવામાં આવ્યો છે.
સઘન પૂછપરછ ચાલુ : પોલીસ હવે બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ નકલી નોટો ક્યાંથી લાવવામાં આવી હતી અને તે અગાઉ બજારમાં ફરતી થઈ છે કે નહીં તેની માહિતી એકઠી કરી રહી છે. હાલ પોલીસ સઘન તપાસ ચાલુ છે ત્યારે નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.
- Ahmedabad Duplicate Currency : તહેવારની ભીડમાં નકલી નોટ વટાવવા નીકળેલા મહિલા સહિત 3 ઝડપાયા
- Fake Currency Notes : સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો