બિહાર: બિહારમાં (BIHAR) ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ વખતે ચોરોએ એવું કર્યું છે જે વિશે વિચારવું અશક્ય લાગે છે. બરૌનીમાં ટ્રેનનું એન્જિન ચોરી (Train Engine Stolen In Bihar) થઈ છે. એન્જીન ચોરી કરવા માટે ચોરોએ સુરંગ ખોદી (the thieves dug a tunnel) ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ પરાક્રમ સામે આવ્યા બાદ સૌના હોશ ઉડી ગયા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મુઝફ્ફરપુરમાં ચોરેલા એન્જિનના પાર્ટ્સ મળી આવ્યા (engine parts were found in Muzaffarpur) છે.
મુઝફ્ફરપુરની ભંગારની દુકાન સાથે જોડાઈ લિંક:આ સનસનાટીભર્યો મામલો પણ ખૂબ જ નાટકીય રીતે સામે આવ્યો છે. મુઝફ્ફરપુરમાં 18 નવેમ્બરે રેલવે પોલીસ અને વિભાગીય તકેદારીની ટીમે એક ભંગારની દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દરોડા પાડનાર ટીમને ચોરેલા રેલવે એન્જિનના ભાગો મળી આવ્યા હતા. આ દરમિયાન ત્રણ ચોરો પણ ઝડપાયા હતા. જ્યારે પૂછપરછ કરવામાં આવી, ત્યારે ચોરોએ તમામ રહસ્યો ઉઘાડી દીધા. આ સાંભળીને પોલીસથી લઈને રેલવે વિભાગના અધિકારીઓના હોશ ઉડી ગયા.
શું છે સમગ્ર મામલો?:18 નવેમ્બરે રેલવે પોલીસ અને રેલવેની સ્પેશિયલ વિજિલન્સની ટીમે મુઝફ્ફરપુરમાં દરોડા પાડ્યા હતા. જેમાં રેલ એન્જીનમાંથી ચોરી થયેલ લાખો રૂપિયાની કિંમતનો કોપર અને એલ્યુમિનિયમનો ભંગાર ઝડપાયો હતો. ટીમે સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોબરસાહી વિસ્તારમાં સ્થિત સાહુ વાસણોની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડામાં મુઝફ્ફરપુર આરપીએફ ઉપરાંત ગરહારા અને સોનપુર આરપીએફની ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી હતી.