ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bihar Sitamarhi News: બિહારના સીતામઢીમાં ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ લાગવાથી વ્યક્તિનું મોત - india republic day year

બિહારના સીતામઢીમાં પ્રજાસત્તાક દિવસ દરમિયાન ધ્વજ ફરકાવતી વખતે અકસ્માત થયો હતો. ત્રિરંગો લહેરાવતો લોખંડનો પોલ 11 હજાર વોલ્ટના વાયરના સંપર્કમાં આવ્યો હતો. ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ લાગવાથી ખાનગી કોચિંગ ઓપરેટરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

બિહારના સીતામઢીમાં ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ લાગવાથી વ્યક્તિનું મોત
બિહારના સીતામઢીમાં ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ લાગવાથી વ્યક્તિનું મોત

By

Published : Jan 27, 2023, 4:28 PM IST

સીતામઢી(બિહાર): ગઈ કાલે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં વ્યસ્ત હતો. ત્યારે બિહારના સીતામઢીથી દુખદ ઘટના સામે આવી છે. ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ લાગવાથી ખાનગી કોચિંગ ઓપરેટરનું મોત નીપજ્યું હતું. જ્યારે તેને બચાવવાના પ્રયાસમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત:ધ્વજવંદન દરમિયાન સર્જાયેલા દર્દનાક અકસ્માતે લોકોને હચમચાવી દીધા છે. પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન માટે લોખંડનો પોલ 11 હજાર વોલ્ટના વાયરના સંપર્કમાં આવ્યો હતો. ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ લાગવાથી કોચિંગ ઓપરેટરનું મોત નીપજ્યું હતું. શિક્ષકને બચાવતી વખતે વધુ 5 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક બાળકની હાલત નાજુક છે.

આ પણ વાંચો:Republic day 2023: રામોજી ફિલ્મ સિટી ખાતે 74મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

11000 વોલ્ટના વાયરના સંપર્કને કારણે અકસ્માત: ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક રીગા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે સીતામઢી સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકની ઓળખ રીગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામનગરના રહેવાસી અભિષેક ઝા તરીકે થઈ છે. તેને બચાવવા ગયેલા 5 ઘાયલ લોકોને સારવાર માટે સીતામઢી સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોચિંગ ઓપરેટરનો મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયો હતો.

મૃતકના સ્વજનોને સહાય આપવા માગ:ખાનગી કોચિંગ ઓપરેટર અભિષેક ઝા શંકર ચોક પાસે કોચિંગ ચલાવતો હતો. તેઓ ધ્વજ ફરકાવવા ગયા ત્યારે તેને લોખંડનો પોલ કે જે 11000 વોલ્ટનો વાયર સાથે સંપર્કમાં હતો. ધ્વજવંદન દરમિયાન વીજ કરંટ તેમનું મોત નીપજ્યું હતું. તે રામનગરાનો રહેવાસી હતો. આપત્તિ વ્યવસ્થાપન દ્વારા મૃતકના સ્વજનોને સહાય આપવી જોઈએ " - ફૂલકુમાર સિંહ, ગ્રામીણ

આ પણ વાંચો:Republic Day 2023: અમદાવાદમાં અનાથ બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, લક્ઝુરિયસ કારમાં મોજ માણી

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બિહારના બક્સર જિલ્લામાં એક સ્થાનિક પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન દરમિયાન વીજ કરંટના સંપર્કમાં આવવાથી એક બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ધ્વજના પોલ પર કરંટ હતો અને જ્યારે બાળકો સંપર્કમાં આવ્યા ત્યારે તેમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details