જહાનાબાદઃ બિહાના જહાનાબાદના 6 મજૂરોને તમિલનાડુમાં બંધક બનાયા હોય તેવા સમાચાર આવ્યા છે. આ જાણકારી પરિવારે જહાનાબાદ ડીએમ અને એસપીને આપી છે. પરિવારે સરકારી તંત્રને મજૂરોને છોડાવવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારે રૂપિયા મોકલી દીધા બાદ મોબાઈલનો સ્વીચ ઓફ આવી રહ્યો છે. પરિવારે કંઈક અમંગળ બન્યાની આશંકા વ્યક્ત કરી છે.
તમિલનાડુમાં અપહરણઃ જહાનાબાદના સુરંગાપુર ગામના મજૂરો હોવાની માહિતી સામે આવી છે. આ મજૂરોને છોડાવવા માટે જિલ્લા તંત્રને લેખિતમાં વિનંતી કરવામાં આવી છે. જિતેન્દ્રકુમાર, વિનયકુમાર, ચિતરંજનકુમાર, અશોકકુમાર, વાલ્મિકીકુમાર અને પવનકુમાર રોજગાર અર્થે તમિલનાડુ ગયા હતા. તમિલનાડુમાં તેમને બંધક બનાવવામાં આવ્યા હતા.
1 લાખ 20 હજાર રૂપિયાની માંગણીઃ અપહત્ય મજૂરોના પરિવારે એસપીને આવેદન પાઠવ્યું અને જણાવ્યું કે જહાનાબાદથી 6 લોકો તમિલનાડુ ગયા હતા. જેમાં એક મજૂર અશોક હતો. અશોકના ભાઈને 15 સપ્ટેમ્બરે મોબાઈલ પર ફોન આવે છે કે અશોક સહિતના મજૂરોનું અપહરણ કરી લેવાયું છે. તેમને છોડવાના બદલામાં પ્રતિ વ્યક્તિ 20 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. અશોકના ભાઈએ અન્ય 5 મજૂરોના પરિવારને જાણ કરી હતી. આ કોલમાં અશોકે રડતા રડતા ભાઈ સાથે વાત કરી હતી.
રૂપિયા મોકલ્યા બાદ મોબાઈલ સ્વિચઓફઃ અશોકના ભાઈ તેમજ અન્ય મજૂરોના પરિવારે અશોકના ફોન પર કુલ 60000 રૂપિયા મોકલ્યા. બીજા 60000 રૂપિયા જે નંબર પરથી કોલ આવ્યો હતો તેના પર મોકલ્યા હતા. પૈસા ટ્રાન્સફર થઈ ગયા બાદ મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવે છે. તેથી મજૂરોના પરિવારે જહાનાબાદના ડીએમ અને એસપી પાસે કાર્યવાહી કરવાની લેખિતમાં માંગણી કરી છે.
- Bihar Crime News: એએનઆઈએ નક્સલી સંગઠન સાથે સંપર્કને પગલે બાબુલાલ મહતોના ઘરે છાપામારી કરી
- Bihar Crime: માણસ કે હેવાન, 12 વર્ષની બાળકીનું ગળુ મચકોડીને બાળી નાંખી