ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LJP વિવાદ : બળવાખોરીની રાજનીતિમાં ચિરાગ પાસવાન ફસાયા - પટણા સમાચાર

LJPમાં ઉદ્ભવતી કટોકટી અંગે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ RCP સિંહે જણાવ્યું કે, ચિરાગ પોતાની નકારાત્મક રાજનીતિને કારણે તેમની જ પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યારે બિહારમાં NDAમાં માત્ર ભાજપ અને અમારો પક્ષ છે. આવી સ્થિતિમાં, તેઓ જે પણ પાર્ટીમાં જોડાશે, તે અમારી સાથે જ રહેશે.

ચિરાગ
ચિરાગ

By

Published : Jun 14, 2021, 10:34 PM IST

  • JDUના વડાએ ચિરાગ પર નકારાત્મક રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો
  • ઓછી બેઠકો જીતવા છતાં નીતિશના નેતૃત્વ હેઠળ રાજ્યમાં JDUની સરકાર બનાવવામાં આવી
  • રાજકુમાર સિંહ JDUમાં જોડાયા બાદ કેન્દ્રીય સ્તરે પાર્ટીમાં વિકાસ થયો હોવાનો દાવો

પટણા(બિહાર): LJPમાં ઉદભવતા સંકટની વચ્ચે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પાર્ટી JDUએ સોમવારે જણાવ્યું હતું કે, ચિરાગ પાસવાન જે વાવી રહ્યા છે તે જ ઉખેડી રહ્યા છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં LJPના વડા ચિરાગ પાસવાનના વિરોધને કારણે JDUને નુકસાન થયું હતું.

પાર્ટીમાં અસ્વસ્થતાની ભાવના ઉભી થઈ

LJPના સ્થાપક અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનના નાના ભાઈ પશુપતિ કુમાર પારસની આગેવાનીવાળી પાર્ટીમાં થયેલા બળવા વિશે પૂછતાં, JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ RCP સિંહે જણાવ્યું હતું કે, “એક પ્રખ્યાત કહેવત છે કે, તમે જે વાવો છો તે જ વણો છો, ચિરાગ પાસવાન NDA સાથે એક એવી જ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમ છતાં તેમણે એક એવું વલણ અપનાવ્યું જેનાથી તેને વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થયું. તેનાથી તેની પોતાની પાર્ટીમાં અસ્વસ્થતાની ભાવના ઉભી થઈ.

આ પણ વાંચો:લોક જનશક્તિ પાર્ટીના 5 લોકસભા સાંસદે કર્યો બળવો, JDUમાં સામેલ થવાની સંભાવના

ચિરાગે આ ચૂંટણીમાં નીતીશ કુમાર સામે મોરચો ઉપાડ્યો હતો

રામવિલાસના પુત્ર અને જમુઇના સાંસદ ચિરાગ પાસવાને ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ કુમાર સામે મોરચો ઉપાડ્યો હતો અને JDUના તમામ ઉમેદવારો સામે ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંના ઘણા ભાજપના બળવાખોરો હતા. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં સહયોગી ભાજપ કરતા ઓછી બેઠકો જીતવા છતાં નીતિશના નેતૃત્વ હેઠળ રાજ્યમાં JDUની સરકાર બનાવવામાં આવી હતી.

પારસ સાથે JDUના સારા સંબંધો

રામવિલાસની જૂની સંસદીય બેઠક હાજીપુરનું પ્રતિનિધિત્વ કરતા પશુપતિ કુમાર પારસે નીતીશની પ્રશંસા કરતા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, સંસદમાં ચૂંટાય ત્યાં સુધી તેઓ રાજ્ય મંત્રીમંડળમાં પ્રધાન હતા. અમારા સંબંધો ખૂબ જ સારા હતા. JDUના વડાએ ચિરાગ પર નકારાત્મક રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેથી જ તેઓ તેમના જ પક્ષમાં હાંસિયામાં ઉમેરાયા છે.

JLPના બળવાખોર સાંસદો બિહારના NDAમાં જ રહેશે

બળવાખોર JLP સાંસદોએ JDUમાં જોડાવાના વિશેની અટકળો અંગે RCP સિંહે જણાવ્યું હતું કે, ઘણી ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડશે. પાંચ વિદ્રોહિત સાંસદોને લોકસભાના અધ્યક્ષ દ્વારા સ્વતંત્ર જૂથ તરીકે સૂચિત કરવાની જરૂર છે. તેમણે પહેલેથી જ કહ્યું છે કે, તેઓ NDAમાં જોડાયેલા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, બિહારમાં NDAમાં માત્ર ભાજપ અને આપણો પક્ષ છે. તે જે પણ પાર્ટીમાં જોડાશે, તે અમારી સાથે રહેશે.

NDAના સાથીઓને 'આદરણીય' પદ મળવું જોઈએ

સિંહે JDU ક્વોટામાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં એક અથવા વધુ બળવાખોર સાંસદોનો સમાવેશ કરવામાં આવશે તેવી અટકળો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, NDAના તમામ સાથીઓને "આદરણીય" પદ મળવું જોઈએ.

આ પણ વાંચો: બિહાર: LJPના એકમાત્ર ધારાસભ્ય JDUમાં જોડાયા, ચિરાગ પર લગાવ્યો આ આરોપ

LJPના ધારાસભ્ય રાજકુમાર ત્રણ મહિના પહેલા JDUમાં જોડાયા હતા

બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં NDAના ઉમેદવાર મહેશ્વર હજારીની તરફેણમાં મતદાન કર્યા પછી LJPના એકલા ધારાસભ્ય રાજકુમાર સિંહ JDUમાં જોડાયા બાદ કેન્દ્રીય સ્તરે પાર્ટીમાં વિકાસ થયો છે.

મેં પક્ષને તોડ્યો નથી, બચાવ્યો છે: પારસ

દરમિયાન પારસે કહ્યું, 'મેં પાર્ટી તોડી નથી, પરંતુ તેને બચાવી છે.' તેમણે કહ્યું કે, LJPના 99 ટકા કાર્યકરો ચિરાગ પાસવાનના નેતૃત્વ હેઠળ બિહાર 2020ની વિધાનસભાની ચૂંટણીમાં JDUની સામે પાર્ટીની લડત અને નિષ્ફળતાથી નાખુશ છે. પારસે કહ્યું કે, તેમનો જૂથ ભાજપના નેતૃત્વવાળા NDA સરકારનો ભાગ બનશે અને પાસવાન પણ સંગઠનનો ભાગ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details