પટના: બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરના રામચરિતમાનસ પરના વિવાદાસ્પદ નિવેદન પર અડગ છે. તેમને કહ્યું કે મારી જીભ કપાય તો પણ વાંધો નથી. અયોધ્યાના આચાર્ય પરમહંસ મહારાજે જીભ કાપનારને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આના પર પ્રહાર કરતા ચંદ્રશેખરે કહ્યું છે કે મારી જીભ કાપવા માટે કોઈને 10 કરોડ આપો તો કોઈ અમીર બની જશે.
ચંદ્રશેખર પોતાના નિવેદન પર અડગ: શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરે કહ્યું કે દેશમાં 90 ટકા લોકો છે તો પછી જાતિ ગણતરીનો વિરોધ શા માટે છે. કોણ વિરોધ કરી રહ્યા છે? માત્ર યથાસ્થિતિવાળાઓ વિરોધ કરી રહ્યા છે જેમની સામે સંઘર્ષ છે. સંઘર્ષ રામચરિતમાનસના મનુસ્મૃતિ, સુંદરકાંડ અને ઉત્તરકાંડના શ્લોકો સામે છે. "મેં જે કહ્યું તે સાચું છે અને હું મારા નિવેદન પર અડગ છું," રામચરિતમાનસ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી અંગે પ્રધાને કહ્યું હતું.
ધર્મગુરુએ કરી વિવાદિત જાહેરાત:વાસ્તવમાં રામચરિતમાનસને લઈને આપેલા નિવેદન બાદ રાજકારણ સંપૂર્ણપણે ગરમ થઈ ગયું છે. નેતાઓથી લઈને ધર્મગુરુઓએ સખત વાંધો ઉઠાવ્યો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાના પ્રસિદ્ધ મહંત જગતગુરુ આચાર્ય પરમહંસે શિક્ષણ મંત્રીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રામચરિતમાનસ પર આ પ્રકારનું નિવેદન કરવું યોગ્ય નથી. આ નિવેદન બદલ શિક્ષણ પ્રધાને માફી માંગવી જોઈએ. તેણે માફી ન માંગવા બદલ જીભ કાપનાર વ્યક્તિને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.