ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Land For Job Scam: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આજે ED સમક્ષ થશે હાજર - નોકરી માટે જમીન કૌભાંડ

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં ફસાયેલા લાલુ પરિવારના અન્ય એક સભ્યની આજે ED દ્વારા પૂછપરછ કરવામાં આવશે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ દિલ્હીમાં ED સમક્ષ હાજર થશે. આ માટે તેઓ સોમવારે પટનાથી દિલ્હી પહોંચ્યા છે.

Land For Job Scam: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આજે ED સમક્ષ થશે હાજર
Land For Job Scam: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આજે ED સમક્ષ થશે હાજર

By

Published : Apr 11, 2023, 8:18 AM IST

નવી દિલ્હી:પૂર્વ રેલ મંત્રી લાલુ યાદવ, પૂર્વ સીએમ રાબડી દેવી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી બાદ હવે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે પૂછપરછ કરવામાં આવશે. સોમવારે પટનાથી દિલ્હી જતા સમયે તેજસ્વીએ પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, તેમને કાયદામાં પૂરો વિશ્વાસ છે. જ્યારે પણ તપાસ એજન્સી ફોન કરે છે, ત્યારે તે તપાસમાં જોડાય છે.

આ પણ વાંચોઃWest Bengal : આસનસોલમાં માર્ગ અકસ્માતમાં ભાજપના બે નેતાઓના થયા મૃત્યું

તેજસ્વી યાદવની કરાઈ પૂછપરછઃ અગાઉ સીબીઆઈ આ કેસમાં તેજસ્વી યાદવની પણ પૂછપરછ કરી ચૂકી છે. 25 માર્ચે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરમાં તેમની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તે જ સમયે, થોડા સમય પહેલા EDએ તેમના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત આવાસ પર પણ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન તેજસ્વી પણ તેમના ઘરે હાજર હતો.

તેજસ્વી વિરુદ્ધ કોઈ કેસ નહીઃ તમને જણાવી દઈએ કે લાલુ પરિવારના ઘણા સભ્યો નોકરીના બદલામાં જમીન લેવાના આ કેસમાં આરોપી છે. જો કે હજુ સુધી આ મામલામાં તેજસ્વી વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. 25 માર્ચે જ્યારે સીબીઆઈ દ્વારા તેજસ્વીની પૂછપરછ કરવામાં આવી હતી, તે જ દિવસે ED દ્વારા મીસા ભારતીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ આ મામલે આરજેડી ચીફ લાલુ યાદવ અને રાબડી દેવીની પણ પૂછપરછ કરવામાં આવી છે. લાલુ-રાબડી અને મીસા હાલ જામીન પર છે.

આ પણ વાંચોઃ'સાક્ષી' અખબારને પ્રોત્સાહન આપે છે, તેવા આક્ષેપ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આંધ્ર હાઈકોર્ટને લગાવી ફટકાર

તેજસ્વીના નામે ફ્લેટ: આરજેડી ચીફ લાલુ યાદવ પર 2004 અને 2009 વચ્ચે રેલવેમાં ખોટી નિમણૂક કરવાનો આરોપ છે, જ્યારે તેઓ મનમોહન સિંહની સરકારમાં રેલવે પ્રધાન હતા. નોકરીના બદલામાં ઉમેદવારો પાસેથી લાલુ પરિવારના ઘણા સભ્યોના નામે જમીન અને ફ્લેટની રજિસ્ટ્રી કરાવવામાં આવી હતી. આરોપો અનુસાર આ સમયગાળા દરમિયાન ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીનો ફ્લેટ પણ તેજસ્વીના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details