નવી દિલ્હી : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓને એક કરવામાં વ્યસ્ત છે. તેમને પણ આમાં સમર્થન મળી રહ્યું છે. આ ક્રમમાં સીએમ નીતિશે રવિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પણ નીતિશની સાથે હતા. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સીએમ કેજરીવાલ સાથે હાજર રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા પર ચર્ચા :સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો મામલો દિલ્હી સરકારના નિયંત્રણમાં રાખ્યો હતો. પરંતુ શુક્રવારે કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડીને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટી નાખ્યો હતો. જે બાદ અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર ફરીથી એલજી વિનય કુમાર સક્સેનાને આપવામાં આવ્યો છે. સીએમ કેજરીવાલ અને તેમના મંત્રીઓ આ વટહુકમને કાળો વટહુકમ ગણાવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની હત્યા ગણાવી રહ્યા છે, જ્યારે ભાજપ આ વટહુકમનું સ્વાગત કરી રહી છે. આ વટહુકમ બાદ નીતીશ અને કેજરીવાલની આ પહેલી મુલાકાત છે. આ ચર્ચાની સાથે 2024માં વિરોધ પક્ષોને મજબૂત કરવાની વિપક્ષની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે 23 મેના રોજ બેઠક થવાની છે. તે પછી હું દેશના તમામ પક્ષોના પ્રમુખોને મળવા જઈશ. આજે મેં નીતિશ કુમારજીને તમામ પક્ષો સાથે વાત કરવાનો અનુરોધ પણ કર્યો હતો. હું દરેક રાજ્યમાં જઈશ અને રાજ્યસભામાં આ બિલને રદ કરાવવા માટે વાત કરીશ. - સીએમ કેજરીવાલ
2000 Note : 2000ની નોટ બદલવા માટે ID કે ફોર્મની જરૂર રહેશે નહિ, SBIએ ગાઈડલાઈન જાહેર કરી