બિહાર: દારૂ પર પ્રતિબંધ લગાવેલા બિહારના સારણમાં નકલી દારૂના કારણે અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. (38 people died to poisonous liquor in Bihar) વિપક્ષે આ મુદ્દે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર પ્રહાર કર્યા હતા. વિધાનસભામાં નીતીશ કુમારે વિપક્ષના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, નકલી શરાબ પીનાર ચોક્કસ મરી જશે, લોકોએ પોતે જ સાવધાન રહેવું પડશે.(Nitish Kumar statement on toxic liquor death)
નીતિશ કુમારનો બફાટ: નીતિશ કુમારે કહ્યું કે “જ્યારે બિહારમાં દારૂબંધી ન હતી ત્યારે પણ લોકો નકલી દારૂ પીને મૃત્યુ પામતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી કોઈને કોઈ નકલી વેચાશે, લોકો તેને પીને મૃત્યુ પામ્યા છે. મેં અધિકારીઓને કહ્યું છે કે ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો." દારૂબંધીના કાયદાથી ઘણા લોકોને ફાયદો થયો છે, ઘણા લોકોએ દારૂ છોડી દીધો છે. નીતીશે અપીલ કરી હતી કે કોઈએ દારૂ સાથે જોડાયેલો ધંધો ન કરવો જોઈએ અને કોઈ ધંધો કરવો જોઈએ. જો જરૂર પડે તો સરકાર અન્ય ધંધા માટે 1 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે.
આ પણ વાંચો - બિહારમાં 20 લોકોના શંકાસ્પદ મોત, ઝેરી દારૂ પીવાથી મોતની આશંકા