પટના/નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને સાથે લાવવાની કવાયતમાં વ્યસ્ત બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓ એક પછી એક વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળી રહ્યા છે. બુધવારે તેમણે પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે લાંબી મુલાકાત કરી હતી. જે બાદ સાંજે તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. અને આજે સીપીએમ નેતા સીતારામ યેચુરી અને સીપીઆઈ નેતા ડી.રાજાને મળ્યા હતા.
નીતીશ કુમાર યેચુરી અને રાજાને મળ્યા: મુખ્યપ્રધાન નીતિશ કુમાર જેઓ વિરોધ પક્ષ જોડો અભિયાનમાં વ્યસ્ત છે, ગુરુવારે સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી. રાજાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બિહારના સીએમએ બંને નેતાઓ સાથે વિપક્ષી એકતા અંગે ચર્ચા કરી. આ દરમિયાન જેડીયુ પ્રમુખ લલન સિંહ પણ હાજર હતા. નીતિશ આજે કેટલીક અન્ય પાર્ટીઓના નેતાઓને પણ મળી શકે છે.
આ પણ વાંચોNCP સાથે અજિત પવારનું ભવિષ્ય ઉજ્જવળ છે, ભાજપમાં નહીં જોડાયઃ સંજય રાઉત