ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bihar Caste Census Issue:સુપ્રીમ કોર્ટમાં બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરીની સુનાવણી - બિહાર સરકાર

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માન્યતાને કાયમ રાખવા માટે પટના હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. હાઈકોર્ટે જાતિ આધારિત વસ્તી ગણતરીને પડકારતી તમામ અરજીઓ 1 ઓગસ્ટે રદ કરી દીધી હતી.

બિહાર વસ્તી ગણતરી પર સુનાવણી
બિહાર વસ્તી ગણતરી પર સુનાવણી

By

Published : Aug 14, 2023, 1:07 PM IST

પટણાઃ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અટકાવવાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી થશે.આ અગાઉ સુપ્રીમ કોર્ટે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને અટકાવવા પર મનાઈ ફરમાવી હતી. આ અરજીઓ પર આજે ન્યાયાધિશ એસવીએન ભટ્ટી અને ન્યાયાધિશ સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે જાતિ આધારિત વસ્તી ગણતરી પર રોકને અટકાવીઃ બિહારમાં થઈ રહેલી જાતિય આધારિત વસ્તી ગણતરી પર સુપ્રીમ કોર્ટમાં ફરીથી સોમવારે સુનાવણી થશે. અગાઉ સુપ્રીમ કોર્ટે પટણા હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવા પર મનાઈ ફરમાવી હતી અને આગળની સુનાવણીમાં સર્વપક્ષીય દલીલ સાંભળીને નિર્ણય કરવાનું નક્કી કર્યુ હતું. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરીનું 80 ટકા કામ પૂરૂ થઈ ગયું છે. જો કામ 90 ટકા પણ પૂર્ણ થઈ જાય તો શું ફરક પડે છે.

પટણા હાઈકોર્ટે જાતિ આધારિત વસતી ગણતરીને યોગ્ય ગણાવીઃ બિહારમાં જાતિ આધારિત જનગણના પર એક પક્ષ દ્વારા વાંધો ઉઠાવતા રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ પટણા હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કાયમ રહેશે. પટણા હાઈકોર્ટે નીતિશ સરકારના પક્ષમાં નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વાંધા અરજી કરનાર અખિલેશ કુમારે પટના હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણીમાં આ નિર્ણય પર રોક લગાવવા પર મનાઈ કરી હતી. કોર્ટે આખરી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે હજુ સંભળાવ્યો નથી.આજ કોર્ટ ફરીથી સર્વપક્ષીય દલીલ સાંભળશે.

બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજીઃ અખિલેશકુમાર તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલ તાન્યાશ્રી અને ઋતુરાજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અખિલેશકુમાર સિવાય સુપ્રીમ કોર્ટમાં એક અન્ય એનજીઓ દ્વારા પણ અરજી કરાઈ છે. તેમજ બિહાર સરકાર દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં એક કેવિએટ અરજી દાખલ કરીને કોઈપણ નિર્ણય સંભળાવતા પહેલા રાજ્ય સરકારને પણ સાંભળવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. પટણા હાઈકોર્ટના નિર્ણય બાદ રાજ્ય સરકારે સર્વેક્ષણનું કામ ફરીથી શરૂ કર્યુ હતું. પટણા હાઈકોર્ટે ગત 1 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારને જાતિ આધારિત વસ્તી ગણતરીને યોગ્ય ઠેરવી અને તેના વિરૂદ્ધ દરેક અરજીને રદ કરી હતી.

  1. Bihar Caste Survey Case : પટના હાઇકોર્ટે જાતિ સર્વેક્ષણ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો
  2. નકલી ડોકટરો સામે કાર્યવાહી ન કરવા બદલ SCએ બિહાર સરકારને લગાવી ફટકાર

ABOUT THE AUTHOR

...view details