પટના : સુપ્રીમ કોર્ટમાં બિહારમાં જ્ઞાતિગત વસતી ગણતરીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી કરવામાં આવી હતી. ટના હાઈકોર્ટ દ્વારા બિહારમાં જાતિ ગણતરી માટે લીલી ઝંડી મળ્યા બાદ હવે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અગાઉ 1 ઓગસ્ટ, 2023ના રોજ પટના હાઈકોર્ટે જાતિ સર્વેક્ષણ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જ્ઞાતિ ગણતરીના વિરોધમાં અરજદારો હાઈકોર્ટના નિર્ણયથી સંતુષ્ટ ન હતા અને હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી આજે યોજાઇ હતી.
આગામી સુનાવણી 14 ઓગસ્ટે : અરજીકર્તા અખિલેશ કુમારે પટના હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. અખિલેશ કુમાર વતી સુપ્રીમ કોર્ટના વકીલ તાન્યાશ્રી અને એડવોકેટ રિતુ રાજે દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલી છે. જેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્ઞાતિગત વસતી ગણતરી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 14 ઓગસ્ટે યોજાશે.
સરકારનો પક્ષ સાંભળવા અરજી થઇ હતી : અખિલેશ કુમારની અરજીના સામે પક્ષે બિહારની નિતીશકુમાર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં એક કેવિયેટ અરજી દાખલ કરી હતી. જેમાં વિનંતી કરવામાં આવી હતી કે આ સંબંધમાં કોઈ આદેશ આપતા પહેલા રાજ્ય સરકારની બાજુ પણ સાંભળવામાં આવે. જોકે બિહાર સરકારે પટના હાઈકોર્ટના આદેશ બાદ ભારે ઉત્સાહ સાથે સર્વેનું કામ ફરી શરૂ કરી દીધું છે.
નિતીશ સરકાર માટે આ રાહતના સમાચાર : આપને જણાવીએ કે 1 ઓગસ્ટના રોજ પટના હાઈકોર્ટે રાજ્ય સરકારના જાતિ સર્વેક્ષણને યોગ્ય ઠેરવતા તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જે બાદ આને નિતીશ સરકારની મોટી જીત માનવામાં આવે છે. બિહાર જાતિ વસ્તી ગણતરીને લઇને સુપ્રીમ કોર્ટેમાં સોમવારે થયેલી સુનાવણી બાદ પ્રતિબંધ ન મૂકવામાં આવતાં બિહારમાં જ્ઞાતિગત વસતી ગણતરી થશે. કારણ કે સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાની અપીલને ફગાવી દીધી છે અને કહ્યું છે કે બંને પક્ષોને સાંભળ્યા પછી જ નિર્ણય આપવામાં આવશે. નિતીશ સરકાર માટે આ રાહતના સમાચાર છે.
- Bihar Caste Survey Case : પટના હાઇકોર્ટે જાતિ સર્વેક્ષણ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો
- ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો, જાણો શું કહ્યું?
- Bihar Caste Census: જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે બિહાર સરકારને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો