બાલાઘાટ: મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના નક્સલ પ્રભાવિત લાંજી વિસ્તારથી લગભગ 15 કિમી (Action of Balaghat police in Forest) દૂર આવેલા ગ્રામ પંચાયત ખાંડપડીના કંડલા ગામના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વિસ્તારા દલમ પ્લાટૂન 56 અને દાદેકસા દલમના ત્રણ નક્સલીઓને ઠાર કર્યા છે. ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ત્રણેય નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. ગૃહ પ્રધાનના જણાવ્યા અનુસાર (Encounter between police and Naxalites) એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાંના એકનું નામ એરિયા કમાન્ડર નાગેશ હતું, જેના પર 15 લાખનું ઈનામ હતું. બીજી મનોજ અને ત્રીજી મહિલા છે. બંને પર 8-8 લાખનું ઈનામ પણ હતું.
આ પણ વાંચો:મુસેવાલાની હત્યા કરી શાર્પ શૂટરો આવી રીતે પહોચ્યા ગુજરાત
આઈજી અને એસપી ઘટનાસ્થળે હાજરઃ બાલાઘાટના પોલીસ અધિક્ષક (Three Naxalites killed in encounter Balaghat) સમીર સૌરભ અને આઈજી સંજય સિંહ જંગલમાં જ હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા ત્રણ માઓવાદીઓની ઉંમર 35થી 40 વર્ષની (Three Naxalites Killed) વચ્ચે છે. એન્કાઉન્ટરની આ ઘટના બાલાઘાટ જિલ્લાના બહેલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ટૂંક સમયમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મામલે વિસ્તૃત માહિતી આપે તેવી શક્યતા છે.