ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BUDGET 2023: ફેબ્રુઆરીથી વધશે ખિસ્સા ખર્ચ, વાહન-ફ્યૂલ તમામ વસ્તુ મોંઘી - ફેબ્રુઆરીથી થશે આ મોટા ફેરફારો

આજે ફેબ્રુઆરીની પહેલી તારીખ છે અને આ દિવસથી જ ઘણા મોટા ફેરફારો થવાની સંભાવના છે. જેમ કે ઈંધણના ભાવમાં ફેરફાર થઈ શકે છે. નિર્મલા સીતારમણ બુધવારે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આ સાથે, કેટલાક નિયમોમાં ફેરફાર થશે, તો કેટલાકની કિંમતોમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.

BUDGET 2023: ફેબ્રુઆરીથી થશે આ મોટા ફેરફારો, ખિસ્સા પર પડશે અસર
BUDGET 2023: ફેબ્રુઆરીથી થશે આ મોટા ફેરફારો, ખિસ્સા પર પડશે અસર

By

Published : Feb 1, 2023, 7:24 AM IST

નવી દિલ્હી/ગાઝિયાબાદ: ફેબ્રુઆરીથી ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. પહેલી તારીખથી થવા જઈ રહેલા ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બજેટ રજૂ થયા બાદ કિંમતોથી લઈને ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓના નિયમોમાં ફેરફાર જોવા મળશે. જોકે, બજેટ સિવાય ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે.

ક્રેડિટ કાર્ડ પેમેન્ટઃ જો તમે બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે 1 ફેબ્રુઆરીથી ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવું મોંઘું થઈ જશે. બેંક ઓફ બરોડાએ જાહેરાત કરી છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા પર એક ટકા ફી વસૂલવામાં આવશે.

ઈંધણની કિંમતઃ પહેલી તારીખથી પેટ્રોલ, ડીઝલ, સીએનજી સહિત ઘરોના રસોડામાં રસોઈ માટે ઉપયોગમાં લેવાતા પીએનજીના ભાવમાં ફેરફાર થશે. જો કે, ફેરફાર તરીકે, જ્યાં એક તરફ ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે, તો બીજી તરફ, તેમાં ઘટાડો કરીને ખિસ્સાનો બોજ પણ ઓછો થવાની ધારણા છે.

આ પણ વાંચો:RMC Budget: રાજકોટ મનપા કમિશનર દ્વારા રૂપિયા 2586.82 કરોડનું બજેટ રજૂ કરાયું

સ્ક્રેપ પોલિસીઃ જો તમે ગૌતમ બુદ્ધ નગરમાં રહો છો અને જૂનું વાહન ચલાવો છો, તો તમારે જાણવું જ જોઇએ કે 1 ફેબ્રુઆરીથી પરિવહન વિભાગ દ્વારા 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો જપ્ત કરવામાં આવશે. નોઈડા ટ્રાન્સપોર્ટ વિભાગ ખાસ ઝુંબેશ ચલાવીને જૂના વાહનો સામે કાર્યવાહી કરશે. પરિવહન વિભાગે 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને જપ્ત કરવા માટે 6 ટીમો બનાવી છે.

વાહનો મોંઘાથશેઃભારતીય કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સ લિમિટેડનું વાહન ખરીદવું 1 ફેબ્રુઆરીથી મોંઘું થવા જઈ રહ્યું છે. પેસેન્જર વાહનોના ટાટા મોટર્સના ICE પોર્ટફોલિયોમાં 1 ફેબ્રુઆરીથી કિંમતોમાં સરેરાશ 1.2 ટકાનો વધારો જોવા મળશે. ટાટાએ વાહનોના ભાવમાં વધારા માટે મુખ્ય કારણો તરીકે નિયમનકારી ફેરફારો અને વધતી કિંમતને ટાંકી છે.

આ પણ વાંચો:Economic Survey 2023: નાણાપ્રધાને રજૂ કર્યો આર્થિક સર્વે, વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની સંભાવના

સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે, કારણ કે આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થવાની છે. આખો દેશ બજેટની રાહ જોઈ રહ્યો છે. બજેટમાં સામાન્ય માણસને રાહત મળશે તેવી લોકોને આશા છે. બજેટ રજૂ થયા બાદ સામાન્ય માણસને લગતા ઘણા ફેરફારો શરૂ થશે.

એરપોર્ટ પરથી મુસાફરી મોંઘી:અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી મોંઘી થશે, હવેથી મુસાફરો પાસેથી યુઝર ડેવલોપમેન્ટ ફી પેટે રુપિયા 100ના બદલે 250 રુપિયા લેવામાં આવશે. 2023 થી 2024 વચ્ચે આ ખર્ચ વસુલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details