હૈદરાબાદ : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે ઓલરાઉન્ડર મિશેલ માર્શ અંગત કારણોસર પર્થ ગયો છે અને ચાલી રહેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માંથી અનિશ્ચિત સમય માટે બહાર રહેશે. એક્સ પર પોસ્ટ કરેલા નિવેદનમાં તે અનિશ્ચિત સમય માટે વર્લ્ડ કપમાંથી બહાર છે. જોકે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડએ તેના અંગત કારણો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઈજાને કારણે શનિવારની ઈંગ્લેન્ડ સાથેની મેચમાંથી બહાર થઈ ગયો હતો, હવે ઓસ્ટ્રેલિયાની ટીમ અણધાર્યા સંજોગોમાં મિશેલ માર્શને પણ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરતી જોવા મળશે.
ટીમ મોટો ફટ્કો લાગ્યો : મિશેલ માર્શ કેટલો સમય મેચ નહિ રમે અને ટીમમાં બદલાવનાર ખેલાડીની જરૂર પડશે કે કેમ તે સ્પષ્ટ નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું કે, 'તેની ટીમમાં વાપસીની સમયમર્યાદાની પુષ્ટિ કરવામાં આવશે.' પાંચ વખતના વર્લ્ડ કપના વિજેતાઓ, જેઓ હાલમાં પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, તેઓ હવે ઈંગ્લેન્ડ સામે ટકરાશે, જેઓ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર છે, શનિવારે, 4 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.