ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BIG B અમિતાભ બચ્ચન રામોજી ફિલ્મ સીટીમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લીધો - Green India Challenge

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી (RAMOJI FILM CITY) માં વૃક્ષા રોપણ કર્યુ છે. MP સંતોષ કુમાર દ્વારા પર્યાવરણીય સંરક્ષણ માટે હરિયાળીનું મહત્વ ગ્રીન ઇન્ડિયા ચેલેન્જની પહેલ માટે અભિનેતા અક્કિનેની નાગાર્જુન બિગ બી અમિતાભે આ ઉત્તમ કાર્ય માટે બિરદાવ્યા હતા.

BIG B
BIG B

By

Published : Jul 27, 2021, 2:40 PM IST

Updated : Jul 27, 2021, 3:33 PM IST

  • ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ ના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન પહોંચ્યા ફિલ્મ સિટી
  • અમિતાભ બચ્ચન રામોજી ફિલ્મ સીટીમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લીધો
  • ફિલ્મ સિટીના MD વિજયેશ્વરીએ ઉપસ્થિત મહેમાનોને છોડ ભેટમાં આપ્યા
  • બિગ બી એ આ કાર્યક્રમ બદલ MP સંતોષની પ્રશંસા કરી

હૈદરાબાદ: રાજ્યસભાના સભ્ય જોગીનાનપલ્લી સંતોષ દ્વારા સૂચિત ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ (GREEN INDIA CHALANGE) ના ભાગરૂપે બિગ બી અમિતાભ બચ્ચન, અભિનેતા નાગાર્જુનએ રામોજી ફિલ્મ સિટીમાં સાહસ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યુ હતું. ફિલ્મ સિટીના MD વિજયેશ્વરીએ બીગ બી તેમજ અનેય મહેમાનોને છોડ આપી સ્વાગત કર્યું છે.

BIG B અમિતાભ બચ્ચને રામોજી ફિલ્મ સીટીમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લીધો

ફિલ્મ સિટીના MD વિજયેશ્વરીએ ઉપસ્થિત મહેમાનોને ભેટ રૂપે છોડ આપ્યા

ફિલ્મ નિર્માતા ચલસાણી અશ્વિની દાથ અને દિગ્દર્શક નાગ અશ્વિને અમિતાભ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ ના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન ફિલ્મ સિટી (RAMOJI FILM CITY) પહોંચ્યા છે. ફિલ્મ સિટીના MD વિજયેશ્વરીએ ઉપસ્થિત મહેમાનોને ભેટ રૂપે છોડ આપ્યા હતા. બિગ બીએ આ ઉત્તમ કાર્યક્રમ હાથ ધરવા બદલ MP સંતોષ કુમારની પ્રશંસા કરી હતી. જે ભવિષ્યની પેઢીઓને ઉપયોગી થશે. તેમણે દરેકને ગ્રીન ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લેવા અને આ ઉત્તમ કાર્યકર્મમાંં ફાળો આપવા જણાવ્યું હતું.

ફિલ્મ સિટીના MD વિજયેશ્વરીએ ઉપસ્થિત મહેમાનોને ભેટ રૂપે છોડ રજૂ કર્યા

એમ. પી. સંતોષ‌ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે: અક્કેનેની નાગાર્જુન

અક્કેનેની નાગાર્જુને જણાવ્યું હતું કે, MP સંતોષ કુમાર ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. હું આ વિશે લાંબા સમયથી જાણું છું. પરંતુ આજે હું આ પ્રસંગમાં વ્યક્તિગત રૂપે સામેલ થવા માટે હું ગૌરવ અનુભવું છું. MP સંતોષ કુમારને મારા અભિનંદન પાઠવું છું તેમના દ્વારા આ મહાન કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમના થકી આ વૃક્ષારોપણ જેવી પ્રવૃતિથી હરિયાળીમાં વધારો થશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ઇકોલોજીકલ સંતુલન ફક્ત વૃક્ષારોપણ અને તેમના ઉછેરથી જ શક્ય છે. અભિનેતા નાગાર્જુને MP સંતોષના ગ્રીન ઇન્ડિયા ચેલેન્જને આદર્શ પહેલ તરીકે બિરદાવ્યા હતા અને 16 કરોડ છોડ વાવવાની પહેલ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો:Bollywood Gossip: જાણો, પૌત્રી નવ્યા નંદાએ BigBના ફોટો પર કેવી કરી કમેન્ટ...

એમ. પી. સંતોષે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને અશ્વિનીદતને વૃક્ષા વેદમ નામનું એક પુસ્તક આપ્યું

એમ.પી. સંતોષે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને અશ્વિનીદતને વૃક્ષા વેદમ નામનું એક પુસ્તક આપ્યું છે. જેમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જની જરૂરિયાતને સમજાવે છે. બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને સોનુ સૂદે તાજેતરમાં જ ફિલ્મ સિટીમાં વૃક્ષારોપણ કર્યુ હતુ.

એમ. પી. સંતોષે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને અશ્વિનીદતને વૃક્ષા વેદમ નામનું એક પુસ્તક આપ્યું

આ પણ વાંચો:એક સમયે અમિતાભ બચ્ચનને પણ આપવો પડ્યો હતો લુક ટેસ્ટ, ફોટો થઈ રહ્યો છે વાઈરલ

Last Updated : Jul 27, 2021, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details