ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Union Budget 2023: અંત્યોદય યોજના હેઠળ ગરીબોને 1 વર્ષ માટે મફત રાશન મળશે - Budget 2023 Live Updates

કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Budget 2023 Nirmala Sitharaman) આજે ગૃહમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ સમયનું બજેટ (Union Budget 2023) રજૂ કર્યું હતું. વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય નાણા પ્રધાને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે ઘણી મહત્વની જાહેરાતો (Big Announcements for Rural Development) કરી છે. વાંચો પૂરા સમાચાર.

Union Budget 2023: અંત્યોદય યોજના હેઠળ ગરીબોને 1 વર્ષ માટે મફત રાશન મળશે
Union Budget 2023: અંત્યોદય યોજના હેઠળ ગરીબોને 1 વર્ષ માટે મફત રાશન મળશે

By

Published : Feb 1, 2023, 3:16 PM IST

અમદાવાદઃકેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું પૂર્ણકાલીન સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બજેટમાં 65 ટકા વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને ગુણવત્તાયુક્ત જીવનધોરણ પૂરું પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ આગળ ધપાવવામાં આવી છે અને ઘણી નવી યોજનાઓ લાવવામાં આવી છે. અનેક જાહેરાતો કરવામાં આવી છે.

આ પણ વાંચોCheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી

બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરાયેલા મુદ્દાઃ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર, આવાસ, આરોગ્ય, શિક્ષણ, સામાજિક સુરક્ષા અને અન્ય સુવિધાઓના વિકાસ પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત દરેક ઘરમાં પીવાના પાણી માટે ઉજ્જવલા યોજના, ધુમાડા રહિત રસોડું, દરેક ઘર સુધી વીજળી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી સહજ વીજળી યોજના પર મોદી સરકારના પ્રથમ બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોUnion Budget 2023: ચાલું ભાષણ દરમિયાન નાણાપ્રધાનની જીભ લપસી, કહ્યું સોરી...સોરી...

દેશની 65 ટકા ગ્રામીણ વસ્તી પર ધ્યાન કેન્દ્રિતઃસંસદમાં આર્થિક સમીક્ષા 2022-23 રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, દેશની કુલ 65 ટકા વસ્તી (2021 ડેટા) ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને કુલ 47 ટકા વસ્તી તેમની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં સરકારનું ધ્યાન મુખ્યત્વે ગ્રામીણ વિકાસ પર કેન્દ્રિત છે. ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણ બદલવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવાયાઃ દિનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના દ્વારા ગરીબ પરિવારો માટે ભોજન અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ગ્રામ્ય સ્તરે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 4 લાખ સ્વસહાય જૂથો (SHG) બનાવવામાં આવ્યા હતા. અત્યારે દેશમાં 81 લાખ સ્વસહાય જૂથોમાં ગરીબ અને નબળા સમુદાયોની કુલ 8 કરોડ 70 લાખ મહિલાઓને સંગઠિત કરવામાં આવી છે અને સ્વરોજગાર સાથે જોડવામાં આવી છે.

મનરેગાથી મળી રહી છે રોજગારીઃ તો 6 જાન્યુઆરી 2023 સુધીમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ ગેરન્ટી યોજના (મનરેગા) હેઠળ 5.6 કરોડ પરિવારોને રોજગાર મળ્યો હતો. તે દરમિયાન 225.8 કરોડ વ્યક્તિગત રોજગાર દિવસ બનાવવામાં આવ્યા હતા. મનરેગા હેઠળ દર વર્ષે રોજગારીની તકો વધી રહી છે. બીજી તરફ દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના હેઠળ નવેમ્બર 2022 સુધી 13,06,851 લોકોએ તાલીમ મેળવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ 2.7 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. 6 જાન્યુઆરી 2023 સુધીમાં 2.1 કરોડનું બાંધકામ પૂર્ણ થયું છે. 2023માં 52.8 લાખ મકાનો બનાવવાનું લક્ષ્ય છે.

ABOUT THE AUTHOR

...view details