ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબથી રાજસ્થાન થઈ ગુજરાત જતો હતો દારૂનો ટ્રક,300 પેટી જપ્ત - ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો

પાલીની ટ્રાન્સપોર્ટ નગર પોલીસે (Transport Nagar Police of Pali) દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારની બાતમી પરથી એક ટ્રકમાંથી અંગ્રેજી દારૂની 300 પેટીઓ (300 boxes of English liquor seized) ઝડપી પાડી હતી. જેની કિંમત 40 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પંજાબથી રાજસ્થાન થઈને ગુજરાત જઈ રહી હતી ટ્રક, પાલી પોલીસે અંગ્રેજી દારૂની 300 પેટીઓ કરી જપ્ત
પંજાબથી રાજસ્થાન થઈને ગુજરાત જઈ રહી હતી ટ્રક, પાલી પોલીસે અંગ્રેજી દારૂની 300 પેટીઓ કરી જપ્ત

By

Published : Nov 2, 2022, 1:04 PM IST

Updated : Nov 2, 2022, 1:30 PM IST

રાજેસ્થાન : પાલી જિલ્લાની ટ્રાન્સપોર્ટ નગર પોલીસે (Transport Nagar Police of Pali) દારૂની હેરાફેરી કરનારાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચિપ્સ અને બિસ્કીટની આડમાં ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લઈ જવામાં આવતા દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, ટ્રકમાંથી અંગ્રેજી દારૂની 300 પેટીઓ (300 boxes of English liquor seized) ઝડપી પાડી હતી. જેની કિંમત 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

અંગ્રેજી દારૂની 300 પેટી કરી જપ્ત :ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનના (Transport Nagar Police of Pali) પ્રભારી વિક્રમ સાંડુએ જણાવ્યું હતું કે, પોલીસ અધિક્ષક ગગનદીપ સિંઘલાના નિર્દેશ હેઠળ ગેરકાયદેસર દારૂ અંગે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં મંગળવારે મોડી રાત્રે બાતમીદારની સૂચના પર ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી જ્યાંથી ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં પંજાબથી ગુજરાતમાં ગેરકાયદેસર અંગ્રેજી દારૂ લઈ જવાની માહિતી મળી હતી. જે બાદ ટ્રાન્સપોર્ટ નગર પોલીસે બાયપાસ કલ્વર્ટ પાસે ટ્રકને રોકીને તપાસ કરી હતી અને ત્યારબાદ ડ્રાઈવરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો :ડ્રાઈવરે જણાવ્યું હતું કે, ટ્રકમાં ક્રન્ચી અને ખારી બિસ્કિટ હતી, પરંતુ જ્યારે ટ્રકની તલાશી લેવામાં આવી ત્યારે ટ્રકમાંથી ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક કબજે કરી ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશન પંજાબ-હરિયાણાથી ગુજરાત તરફ જતી ટ્રકોની સતત તપાસ કરી રહી છે. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અડધો ડઝનથી વધુ ટ્રક અને કન્ટેનર જપ્ત કરી તેમની પાસેથી કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી વિક્રમ સાંડુએ જણાવ્યું હતું કે, આ તમામ કાર્યવાહીમાં પોલીસકર્મી રામ નિવાસ અને સાયબર નિષ્ણાત જસ્સા રામ કુમાવતે મહત્વની ભૂમિકા ભજવી છે.

Last Updated : Nov 2, 2022, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details