ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિદિશાની ફેસબુક પોસ્ટની તસવીરે ઊભા કર્યા અનેક પ્રકારના સવાલ, શું તે બાયસેક્સયુઅલ હતી? - બિદિશા ડે મજુમદાર લેસબિયન

મોડલ બિદિશા ડે મજુમદારે (Bidisha De Majumders death mystery)નાગરબઝારમાં એક ફ્લેટમાં અચાનક આત્મહત્યા કરી લીધી હતી. આ પગલું ભર્યા પહેલાના દિવસે તેમણે એક ફેસબુક પોસ્ટ (Bidisha De Majumders Facebook post) પણ શેર કર હતી. આ પોસ્ટે ચહલપહલ મચાવી દીધી હતી. હવે આ કેસની ચાલી રહેલી તપાસ પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.

બિદિશાની ફેસબુક
બિદિશાની ફેસબુક

By

Published : May 28, 2022, 8:00 PM IST

કોલકાતા: બંગાળી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એક્ટ્રેસ બિદિશા ડે મજુમદારે આત્મહત્યા (Bidisha De Majumders death mystery) કરી લીધી છે. એના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં એમનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં હવે પોલીસ ઊંડી (West Bengal Police Investigation) તપાસ કરી રહી છે. આ પગલું ભરતા પહેલા તેમણે એક દિવસ પહેલા જે પોસ્ટ (Bidisha De Majumders Facebook post) શેર કરી હતી એમાં બિદિશાએ ફેસબુક (Facebook Viral photo) પર પોતાની ગર્લફ્રેન્ડને પત્ની કહીને સંબોધી હતી. પોલીસે જ્યારે મૃતકના પરિવારજનો સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, તે પોતાની મિત્રને બૌબૂ કહીને સંબોધતી હતી. એ સંબંધીત ફેસબુક પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે, આઈ લવ યુ બૂ. આ ફેસબુક પોસ્ટ શેર થયા બાદ અનેક પ્રકારના સવાલ ઊભા થાય છે.

બિદિશાની ફેસબુક પોસ્ટની તસવીરે ઊભા કર્યા અનેક પ્રકારના સવાલ, શું તે બાયસેક્સયુઅલ હતી?

આ પણ વાંચો:ચાર બાળકો HIV પોઝિટિવ આવ્યા બાદ NHRCએ મહારાષ્ટ્ર સરકારને નોટીસ ફટકારી,આવી હતી બેદરકારી

સૌથી મોટો આ પ્રશ્ન: પ્રાથમિક સવાલ એ છે કે, શું બિદિશા મજુમદાર લેસબિયન હતી? કે બાયસેક્યુઅલ હતી? તપાસ કરનાર પોલીસ અધિકારી બિદિશાના બોય પાર્ટનરની જુદી જુદી રીતે પૂછપરછ કરી ચૂક્યા છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું કે, તપાસ કરનાર પોલીસ અધિકારીએ અભિનવ સાથે શારીરિક સંબંધો મુદ્દે અનેક પ્રશ્નો કર્યા હતા. જેના સાચા જવાબ દેવા માટે દબાણ કર્યું હતું. જોકે, બિદિશાની ફેસબુક પોસ્ટમાં તે પોતાની પ્રેમિકા સાથે કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીર ભ્રમ પેદા કરે છે. આ તસવીર સોશિયલ મીડિયામાં પણ ઘણી વાયરલ થઈ રહી છે. પ્રશ્ન એ પણ ચર્ચામાં છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડને બો કહીને શા માટે બોલાવતી હતી. એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે, શું તે કોઈ લેસબિયન હતી કે બાયસેક્સયુઅલ?

ABOUT THE AUTHOR

...view details