નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાન દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર(bbhutan confers the country's highest civilian award) 'નગદગ પેલ જી ખોરલો'થી(Ngadag Pel gi Khorlo)સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂતાનનાં વડાપ્રધાન લોટે શેરિંગે સોશિયલ મીડિયા પર કહ્યું કે, તેઓ એ સાંભળીને અત્યંત ખુશ છે કે સર્વોચ્ચ નાગરિક સન્માન 'નગદગ પેલ જી ખોરલો' માટે નરેન્દ્ર મોદીના(Ngadag Pel Gi Khorlo Award For PM Modi) નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બિનશરતી મિત્રતા નિભાવી છે અને વર્ષોથી ખાસ કરીને રોગચાળા દરમિયાન ઘણી મદદ કરી છે.
ભૂટાનના વડાપ્રધાનનું નિવેદન...
ભૂતાનના વડાપ્રધાન(Bhutan PM Lotay Tshering) કાર્યાલયે ફેસબુક પર એક નિવેદનમાં કહ્યું, "તે આ સન્માનને પાત્ર છે. ભુતાનના લોકો તરફથી શુભેચ્છાઓ. તમામ બેઠકોમાં વડાપ્રધાન મોદી એક મહાન, આધ્યાત્મિક વ્યક્તિ હોવાનું જણાયું હતું. વ્યક્તિગત રીતે સન્માનની ઉજવણી કરવા આતુર છીએ. તેમજ શેરિંગે ભૂતાનના રાષ્ટ્રીય દિવસ પર તેમના દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.
વડાપ્રધાન મોદીને મળેલા પુરસ્કાર
2016 માં, સાઉદી અરેબિયાએ વડાપ્રધાન મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર(Award to Prime Minister Modi), કિંગ અબ્દુલાઝીઝ એવોર્ડથી સન્માનિત કર્યા. ત્યારે જ અફઘાનિસ્તાને ગાઝી અમીર અમાનુલ્લા ખાનને સર્વોચ્ચ નાગરિક સન્માન પણ એનાયત કર્યું હતું. ફેબ્રુઆરી 2018 માં, પેલેસ્ટાઈનએ વડાપ્રધાન મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન, ગ્રાન્ડ કોલરથી સન્માનિત કર્યા. તેમજ ડી કોરિયાને સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીને પર્યાવરણ ક્ષેત્રે તેમના ઐતિહાસિક કાર્ય માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
UAE, માલદીવ, રશિયા સહિત અનેક દેશોએ PM મોદીને સન્માનિત કર્યા
2019 માં, UAEએ PM મોદીને તેના સર્વોચ્ચ સન્માન, ઝાયેદ મેડલથી સન્માનિત કર્યા હતા. તેમજ માલદીવે પણ મોદીને તેના સર્વોચ્ચ સન્માન રૂલ ઓફ ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત 2019માં જ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ. એન્ડ્રુ ધ એપ્સોટલ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ આસામ: ભૂતાને ભારતમાં નહેરનું પાણી છોડવાનું બંધ કર્યું, હજારો ખેડૂત પ્રભાવિત
આ પણ વાંચોઃ કોરોના અને ભારતીય પાડોશી દેશો