ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વર્કઆઉટ દરમિયાન વિદ્યાર્થીનીનું થયું મોત, મોતનું કારણ અકબંધ - રિસર્ચ સ્ટુડન્ટ અનુભા ઉપાધ્યાયનું અવસાન

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આયુર્વેદના રિસર્ચ સ્ટુડન્ટ અનુભા ઉપાધ્યાયનું વર્કઆઉટ દરમિયાન મૃત્યું થયું હતું(BHU research student dies during workout). સંશોધન વિદ્યાર્થીએ અગાઉ BHUના મનોવિજ્ઞાન વિભાગમાંથી ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી હતી.

વર્કઆઉટ દરમિયાન વિદ્યાર્થીનીનું થયું મોત
વર્કઆઉટ દરમિયાન વિદ્યાર્થીનીનું થયું મોત

By

Published : Sep 27, 2022, 5:01 PM IST

ઉત્તરપ્રદેશ : બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આયુર્વેદના રિસર્ચ સ્ટુડન્ટનું મંગળવારે સવારે વર્કઆઉટ દરમિયાન કોઇ કારણોસર મૃત્યું થયું હતું(BHU research student dies during workout). વિદ્યાર્થીના મોતથી સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વર્કઆઉટ દરમિયાન મોત BHUના નારિયા વિસ્તારમાં ડોક્ટર કોલોની સ્થિત હોસ્ટેલનો છે, જ્યાં સાયકોલોજી રિસર્ચની વિદ્યાર્થીની અનુભા ઉપાધ્યાય મંગળવારે સવારે મોર્નિંગ વર્કઆઉટ કરી રહી હતી. વર્કઆઉટ દરમિયાન તે અચાનક બેહોશ થઈ ગઈ. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

મોતનું કારણ અકબંધ અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી લંકા પોલીસ મથકની પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, મૃત્યુનું સાચું કારણ શું છે, તેની પુષ્ટિ થઈ નથી. વિદ્યાર્થીએ BHUના મનોવિજ્ઞાન વિભાગમાંથી ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details