- ટેબલ ટેનિસ પેરા એથ્લીટ ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો.
- ફાઈનલમ મેચમાં ચીનની ઝાઉ યિંગ સામે હારી ગઈ ભાવિના, ગોલ્ડ ચૂકી ગઈ.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના લોકો પાઠવી રહ્યા છે શુભકામનાઓ.
ન્યૂઝ ડેસ્ક : ટોક્યો ખેલોમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભારતની ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો. જોકે આ હાર છતાં ભાવિના પેરાલમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ પર કબજો કર્યો છે. ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલ પર ગુજરાત સરકારે પુરસ્કારનો વરસાદ કર્યો છે. રૂપાણી સરકાર તરફથી ભાવિના પટેલ માટે 3 કરોડના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ભાવિનાને સરકારી નોકરી પણ આપશે. મહત્વનું છે કે, ભાવિના પટેલના ગામમાં હાલ ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી.
ભારતને સિલ્વર મેડલ મળ્યો
આજે 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસ છે. આ ખાસ દિવસે રમતગમતમાં ભારતના સન્માનમાં વધારો કર્યો છે. જો દુનિયાની નજરમાં તિરંગાનું મૂલ્ય વધી જાય તો આનાથી મોટી વસ્તુ શું હોઈ શકે. આવું જ કંઇક ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં પણ થયું, જ્યાં ભાવિના પટેલે (Bhavina Patel) દેશનું નામ રોશન કર્યું. પેરાલિમ્પિક્સના સ્ટેજ પર ભારતને સિલ્વર મેડલ મળ્યો છે.
આ પણ વાંચો : Tokyo Paralympics: ગુજરાતની દીકરીનો ટોક્યોમાં ડંકો, ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો