નવી દિલ્હી: Fintech પ્લેટફોર્મ BharatPe એ કંપનીમાં ડેટા લીકને લઈને તેના પર લગાવવામાં આવેલા આરોપોને 'દુરભાવપૂર્ણ અને સંપૂર્ણપણે પાયાવિહોણા' ગણાવ્યા છે. આ આરોપ કંપની પર તેના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે લગાવ્યો છે. ગ્રોવરે આરોપ મૂક્યો છે કે 150 મિલિયનથી વધુ UPI વપરાશકર્તાઓના ડેટાનો ભંગ BharatPeના સહ-સ્થાપક ભાવિક કોલાડિયા દ્વારા કરવામાં આવ્યો છે, જેમણે OPTless નામનું નવું સ્ટાર્ટઅપ બનાવ્યું છે.
આરોપ મામલે કંપની તરફથી જવાબ: કંપનીએ એક નિવેદનમાં કહ્યું, 'BharatPe તેના ગ્રાહકોના ડેટાની ઉગ્રતાથી સુરક્ષા કરે છે અને ઉચ્ચ સુરક્ષા ધોરણોનું પાલન કરે છે.' નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ઓપ્ટલેસ એ અમારું સેવા પ્રદાતા છે, જે ફક્ત WhatsApp દ્વારા જ વેરિફિકેશનને સક્ષમ કરે છે અને અમારા વેપારી આધારના 10 ટકાથી ઓછા લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે.'
આ પણ વાંચોHindenburg Report Effect: LIC અદાણી ગ્રુપના અધિકારીઓ સાથે કરશે મુલાકાત
અશ્નીર ગ્રોવરે ફંડ મામલે ઉચાપત માટે દાવો કર્યો: સૌથી પહેલા મનીકંટ્રોલ દ્વારા ગ્રોવરના આરોપ માહિતી આપી હતી. BharatPe એ કહ્યું કે તેઓ અમારા ગ્રાહકો અને ભાગીદારો સાથેની અમારી તમામ ડેટા ગોપનીયતા જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરે છે. BharatPe ગ્રોવર અને તેના પરિવારના સભ્યો દ્વારા કંપનીના ભંડોળની રૂ. 88.6 કરોડની કથિત ઉચાપતને લઈને કડવી કાનૂની લડાઈમાં ફસાઈ છે. હકીકતમાં, BharatPe એ તેના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવરની પત્ની અને ભૂતપૂર્વ કંટ્રોલિંગ હેડ માધુરી જૈન વિરુદ્ધ કલમ 420 હેઠળ કેસ નોંધ્યો હતો. BharatPe ના બોર્ડે અશ્નીર ગ્રોવર અને તેની પત્ની બંનેને ભંડોળના દુરુપયોગ માટે હાંકી કાઢ્યા પછી કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચોPaytm શેર પર પણ થઈ રેટિંગની અસર, છેલ્લા એક મહિનામાં શેરના મૂલ્યમાં આટલો વધારો
'ભાવિકે ખૂબ જ વ્યવસ્થિત છેતરપિંડી કરી હતી, જ્યાં તેણે 2021માં તેની પત્ની ધરતી કોલાડિયાના નામે ‘ઓટપલેસ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ’ના નામે બીજી કંપની બનાવી હતી, જ્યારે તે હજુ પણ BharatPe માં હતો. ત્યારપછી તેણે BharatPe નો તમામ વિશેષાધિકૃત અને ગોપનીય ડેટા આ કંપની OTPLess ને ટ્રાન્સફર કર્યો. તેમણે સમયાંતરે OTPLess પર BharatPe પર કામ કરતી કોર ટીમને પણ હાયર કરી.' -ગ્રોવરે ઈમેલમાં લખ્યું.
Ashneer Grover BharatPe ના ત્રીજા ભૂતપૂર્વ સહ-સ્થાપક:સહ-સ્થાપક તરીકે, ભાવિક કોલાડિયા અને શાશ્વત નાકરાણીએ વર્ષ 2017 માં BharatPe ની સ્થાપના કરી, તે સમયે ભાવિક કોલાડિયા કંપનીના ચહેરા તરીકે રોકાણકારો પાસેથી ભંડોળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જૂન 2018 માં, અશ્નીર ગ્રોવર ત્રીજા સહ-સ્થાપક તરીકે BharatPe માં જોડાયા હતા. ફિનટેક યુનિકોર્ન ભારતપેના મૂળ સ્થાપક ભાવિક કોલડિયાએ તેમના પૂર્વ ભાગીદાર અશ્નીર ગ્રોવર સામે કેસ દાખલ કર્યો છે.