ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lata Mangeshkar Passed Away : ભારતરત્ન લતા મંગેશકરનું નિધન, કોરોના બાદ થયા હતા ન્યુમોનિયાથી સંક્રમિત

'ડૉટર ઓફ ધ નેશન', ભારતરત્ન લતા મંગેશકરનું (Lata Mangeshkar Passed Away) આજે 92 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કોરોના અને ન્યુમોનિયાથી સંક્રમિત હતા.

Lata Mangeshkar Passed Away
Lata Mangeshkar Passed Away

By

Published : Feb 6, 2022, 9:48 AM IST

Updated : Feb 6, 2022, 9:57 AM IST

નવી દિલ્હીઃભારત રત્ન કોકીલકંઠ ધરાવતા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન (Lata Mangeshkar Passed Away) થયું છે. તેમના નિધનના સમાચાર સામે આવતા જ દેશમાં ગમગીન વાતાવરણ ફેલાઈ ગયું છે. તેઓ કોરોના બાદ ન્યુમોનિયાથી સંક્રમિત હતા. આથી, લતા દીદીને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તબીબોની ટીમ રાખી રહી હતી નજર

લતા મંગેશકરની સારવાર કરી રહેલા પ્રતૂત સમધાની અને તેમની ટીમ સતત સ્વરા કોકિલાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી હતી. ફરી એકવાર લતા દીદીની તબિયત બગડી, તેથી તેમણે તુરંત જ ડોક્ટરોને વેન્ટિલેટર પર ખસેડ્યા. તેમની સારવાર માટે ડોક્ટરોની ટીમ 24 કલાક હોસ્પિટલમાં હાજર છે.

પોતાના અવાજથી સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત કરી હોય એમાં ગાયિકા લતા મંગેશકરનું (Lata Mangeshkar Songs) નામ મોખરે છે. 28 સપ્ટેમ્બર 1929માં ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો. તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉશા અને ભાઈ હ્રદયનાથ છે. જેઓ પણ આ સંગીત ક્ષેત્રમાં છે.

પિતાના અવસાન બાદ મુંબઈ આવેલા લતાજીએ માસ્ટર અને મેન્ટર વિનાયકના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું અને ગુલામ હૈદરે લતાજીને પ્રથમ બ્રેક આપ્યો હતો. તે સમય નૂરજહાં, શમશાદ બેગમ અને સુરૈયા ખૂબ પ્રખ્યાત હતા. તેમની વચ્ચે લતાજીએ પોતાનો અલગ મુકામ પ્રાપ્ત કરવા આગેકૂચ કરી હતી.

લતા મંગેશકરને વર્ષ 2001માં ભારત સરકારે 'ભારત રત્ન'થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના ઢગ્લાબંધ સન્માનો પ્રાપ્ત થયાં છે. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી દીદીને મળેલા એવોર્ડ્સ

  • 2008 - ભારતની આઝાદીની 60મી વર્ષગાંઠની સ્મૃતિમાં "વન ટાઈમ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ" એવોર્ડ
  • 2001 - ભારત રત્ન
  • 1999 - પદ્મ વિભૂષણ
  • 1989 - દાદા સાહેબ ફાળકે એવોર્ડ
  • 1969 - પદ્મ ભૂષણ

અડધા ગુજરાતણ છે લતા મંગેશકર...

હરીશ ભીમાણીએ તેમના પુસ્તક 'In Search of Lata Mangeshkar' માં લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. લતા મંગેશકરે ઘણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.

લતા મંગેશકરના ગુજરાતી ગીતો...

  • દિકરી તો પારકી થાપણ કહેવાય
  • પાંડદુ લીલું ને રંગ રાતો
  • જા જા જારે જા..
  • નિંદરડી
  • આવી રસીલી ચાંદની
  • ઓ રુપરસીલી
  • કોઈ ગોતી દયો મારો રામ
  • કેસુડાનની વનની
  • ઓઢાજી મારા વાલાને
  • મહેંદી તે વાવી માલાવે
  • મને ઘેલી ઘેલી જોઈ
  • તને સાચવે પાર્વતી
  • એક રજકણ સૂરજ

લતા મંગેશકરની કેટલીક રસપ્રદ વાતો

  • લતાએ 5 વર્ષની વયે ગીત ગાવાનુ શરૂ કર્યુ હતુ. સ્ટેજ પર ગાતા તેમને પહેલી વખત 25 રૂપિયા મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતાં હતાં. અભિનેત્રીના રૂપમાં તેમને પહેલી વખત 300 રૂપિયા મળ્યાં હતાં.
  • ઉસ્તાદ અમાન ખા ભિંડી બજારવાળા અને પડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરૂ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતાં.
  • લતાએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ 'કિતી હંસલી'માં ગાયું હતું, પરંતુ કોઇ કારણોસર તે ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
  • હિન્દી ફિલ્મ આપ કી સેવા મે (1947 ) લતાએ પહેલી વખત ગીત ગાયું હતું.
  • લતાએ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધ, મૈથિલી, મણિપુરી, મલયાલમ, સિંધી, તમિલ, તેલુગૂ, ઉર્દૂ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે.
  • તે મરાઠી ભાષી છે, પરંતુ તે હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં પણ બોલે છે.
  • ગાયિકા, અભિનેત્રી હોવાની સાથે સાથે લતાએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં તેમણે આન્દઘન નામથી સંગીત આપ્યુ છે.
  • તેમણે "લેકિન", "બાદલ" અને "કાંચનજંગા" જેવી ફિલ્મો પણ બનાવી છે.
  • વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.
  • પુરૂષ ગાયકોમાં મોહમ્મદ રફી સાથે લતાએ સૌથી વધું 400 યુગલ ગીતો ગાયા છે. જ્યારે 327 કિશોર સાથે. મહિલા યુગલમાં તેમણે સૌથી વધું આશા ભોસલે સાથે ગાયા છે.
  • ગીતકારોમાં આનંદબક્ષી દ્વારા લખાયેલ 700 કરતાં પણ વધારે ગીતો લતાએ ગાયા છે.
  • પડોસન, ગોન વિથ ધ વિંડ અને ટાઇટેનિક લતાની મનપસંદ ફિલ્મો છે.
  • ગુરુદત્ત, સત્યજીત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ છે.
  • લતા માટે ગાવાનું પૂજા સમાન છે. રેકોર્ડીંગના સમયે હંમેશા તે ઉઘાડા પગે જ જાય છે.
  • તેમના પિતાજી દ્વારા અપાયેલ તંબુરો તેમને હજી સુધી સાચવી રાખ્યો છે.
  • લતાને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. વિદેશોમાં તેમના દ્વારા ઉતારવામાં આવેલ છાયાચિત્રોનું પ્રદર્શન પણ લાગી ચુક્યું છે.
  • રમતમાં તેમને ક્રિકેટ ખુબ જ ગમે છે. ભારતની કોઇ મોટી મેચ હોય તો તે ઘરનું બધું જ કામ છોડીને મેચ જોવાનું પસંદ કરે છે.
  • કાગળ પર કંઈ પણ લખતા પહેલા તે શ્રીકૃષ્ણ લખે છે.
  • આ વાત થોડીક વિચિત્ર લાગી શકે તેમ છે પરંતુ સાચી છે. હિટ ગીત 'આયેગા આને વાલા' માટે તેમને 22 રીટેક આપવા પડ્યાં હતાં.
  • ચેખર, ટૉલસ્ટૉચ, ખલીલ અને જીબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તે જ્ઞાનેશ્વરી અને ગીતાને પણ પસંદ કરે છે.
  • કુંદનલાલ સહગલ અને નૂરજહા તેમના પસંદગીના ગાયકો છે.
  • શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં તેમને પંડિત રવિશંકર, જશરાજ, ભીમસેન, બડે ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે.
  • ભારતીય ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ, મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખુબ જ પસંદ છે.
Last Updated : Feb 6, 2022, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details