નવી દિલ્હી:IPL 16ની સિઝન 12 દિવસ પછી એટલે કે 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે. 52 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 70 લીગ મેચો રમાશે. ટુર્નામેન્ટ દરમિયાન, 18 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મેચો રમાશે. ડબલ હેડર મેચ બપોરે 3:30 અને 7:30 કલાકે શરૂ થશે. આ મેચો દેશના 12 શહેરોમાં રમાશે. લીગમાં એક ટીમ હોમ ગ્રાઉન્ડ પર સાત મેચ અને વિરોધી ટીમના મેદાન પર સાત મેચ રમશે. આસામના ગુવાહાટીમાં પણ પ્રથમ વખત આઈપીએલની મેચો યોજાશે. ગુવાહાટીના ડો. ભૂપેન હજારિકા સ્ટેડિયમમાં આ મેચો યોજાશે.
ભૂપેન હજારિકા સ્ટેડિયમમાં બે મેચો યોજાશે:બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ અને આ સ્ટેડિયમ આસામ ક્રિકેટ એસોસિએશન (ACA)ના નામથી પણ ઓળખાય છે. IPLના 16 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર IPLની મેચો ભૂપેન હજારિકા સ્ટેડિયમમાં યોજાશે. રાજસ્થાન રોયલ્સ (RR)નું આ બીજું હોમ ગ્રાઉન્ડ છે. આ મેદાન પર બે મેચ રમાશે. આરઆરની પ્રથમ મેચ 5મી એપ્રિલે પંજાબ કિંગ્સ સામે અને બીજી મેચ 8મી એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમાશે.
આ પણ વાંચોIND vs AUS 2nd test: ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા 100મી ટેસ્ટમાં ડક આઉટ