ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Zoom એપ સેફ નથી, ગૃહ મંત્રાલયએ ચેતવણી સાથે માર્ગદર્શિકા જાહેર કરી

કોરોના વાઈરસને રોકવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં લોકો એકબીજા સાથે જોડાવા માટે વીડિયો કોલ ઉપયોગ કરી રહ્યાં છે. આ માટે Zoom એપનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના પર ગૃહ મંત્રાલયે ચેતવણી આપી માર્ગદર્શિકા જાહેર કરી છે.

zoom-app-not-safe-avoid-for-official-use-govt-warns
Zoom એપ સેફ નથી, ગૃહ મંત્રાલયએ ચેતવણી સાથે માર્ગદર્શિકા જાહેર કરી

By

Published : Apr 16, 2020, 9:11 PM IST

નવી દિલ્હી: કોરોના વાઈરસને રોકવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં લોકો એકબીજા સાથે જોડાવા માટે વીડિયો કોલ ઉપયોગ કરી રહ્યાં છે. આ માટે Zoom એપનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના પર ગૃહ મંત્રાલયે ચેતવણી આપી માર્ગદર્શિકા જાહેર કરી છે.

લોકડાઉનમાં લોકો વીડિયો કોલિંગ/કોન્ફરન્સિંગ માટે Zoom એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે, જેના આધારે ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

કેન્દ્રએ સૂચન કર્યું છે કે, Zoom એપ્લિકેશનનો ઉપયોગ કરનારાઓએ સાવધાન રહેવું જોઈએ. તમામ વપરાશકર્તાઓ દરેક મીટિંગ વખતે પોતાના આઈડી અને પાસવર્ડ્સ બદલતા રહે અને વેઇટિંગ રૂમને સક્ષમ રાખે એનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જોઈનિંગ વિકલ્પને બંધ રાખવો અને સ્ક્રીન શેરિંગનો વિકલ્પ માત્ર હોસ્ટ પાસે જ રાખવો. આ સિવાય રિજોઈનિંગનો વિકલ્પ બંધ રાખો અને ફાઇલ ટ્રાન્સફર વિકલ્પનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.

તમને જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન લોકો એકબીજા સાથે જોડાઈ રહેવા વીડિયો કોલિંગનો ઉપયોગ કરે છે અને આ માટે વપરાશકર્તાઓ Zoom એપનો ઉપયોગ કરી રહ્યાં છે. જેના પર ગૃહ મંત્રાલયે ચેતવણી આપી માર્ગદર્શિકા જાહેર કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, Zoom એપના ઉપયોગથી તમારો ડેટા ચોરાઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details