ઝોમેટોએ ફૂડ ડિલિવરી સેગન્ટમાં ઉબેરનો ભારત સ્થિત ઉબેર ઈટ્સનો કારોબાર હસ્તગત કર્યો છે. જેથી હવે ઉબેર એપ પર રેસ્ટોરન્ટ પાર્ટનર, ડિલીવરી પાર્ટનર અને ગ્રાહકોને ઝોમેટોના પ્લેટફોર્મ પર શિફ્ટ કરશે. કંપનીએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. ઉબેરે ખોટને લીધે ફૂડ ડિલીવરી કારોબારનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે.
Zmeto એ ભારતમાં ઉબેર ઈટ્સનો કારોબાર ખરીદ્યો, ઉબેરને 10 ટકા શેર મળશે - ઉબેર ઈટ્સ ન્યૂઝ
નવી દિલ્હીઃ ઝોમેટોએ મંગળવારે ઉબેર ઈટ્સનો ભારતીય કારોબાર ખરીદ્યો છે. આ સોદો સંપૂર્ણપણે શેર પર આધારિત છે. જેમાં ઉબેરને ઝોમેટોમાં 9.99 ટકાની ભાગીદારીના શેર આપ્યાં છે.
ઝોમેટોના શેરધારક ઇન્ફો એડ્ઝ (ભારત) એ બોમ્બે સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે, "સોદા પૂરો થયા બાદ ઝોમેટોમાં તેની શેરહોલ્ડિંગ ઘટીને 22.71 ટકા થઈ ગઈ છે. ઝોમેટોએ ભારતમાં ઉબેર ઈટ્સનો ભારતીય કારોબાર ખરીદ્યો છે. જે અંગે વાત કરતાં ઝોમેટોએ જણાવ્યું હતું કે, "ઉબેર ઈટ્સ મંગળવારથી ઝોમેટો સાથે જોડાઈ રહ્યું છે." ઝોમેટોની રેસ્ટોરન્ટ ડિસ્કવરી અને ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ પર 24 દેશની 15 લાખ રેસ્ટોરન્ટ છે. તેમજ કંપની દર મહિને આશરે 7 કરોડ યુઝરને સર્વિસ પૂરી પાડે છે.
ઝોમેટોના શેરધારક ઈન્ફો એડ્ઝ (ઈન્ડિયા)એ મુંબઈ શેયર બજારમાં જણાવ્યું હતું કે, "ઝોમેટોમાં શેયર ભાગીદારી ઘટીને 22.71 ટકા સુધી પહોંચી છે." આ ભાગીદારી વિશે વાત કરતાં ઝોમેટોના CEO દીપિંદર ગોયલે જણાવ્યું હતું કે, "અમે ભારતના 500થી વધુ શહેરમાં ઓનલાઈ ડિલિવરી કરવામાં વ્યવસાય પર ગર્વ છે. આ અધિગ્રહણ આ અમારા વ્યવસાયને વધુ મજબૂત કરશે." ઉલ્લેખનીય છે કે, ઉબેર ઇટ્સે 41 શહેરોમાં 26000 રેસ્ટોરન્ટ છે. જેને ભારતમાં 2017માં શરૂઆત કરી હતી. ઝોમેટો અને ઉબેર ઈટ્સ વચ્ચે આ ભાગીદારી અંગેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. બજારમાં હાલ ઝોમેટો અને સ્વીગી વચ્ચે બરાબરીની સ્પર્ધા જોવા મળે છે. જેના કારણે ઉબેર ઈટ્સને નુકસાન વેઠવું પડતું હતું. જેથી ઉબેર ઈટ્સે ઝોમેટો સાથે જોડાવવાનું નક્કી કર્યુ છે.