મેષ: આજે તમે સાંસારિક બાબતો બાજુ પર રાખીને આધ્યાત્મિકતા તરફ વળશો. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઉંડુ ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. વાણી પર સંયમ રાખવાથી ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ થાય. હિતશત્રુઓથી ચેતીને ચાલવું. નવા કાર્યનો પ્રારંભ ન કરવાની તેમ જ સ્ત્રીઓ અને પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ : આજે આપનું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો.
મિથુન : આજના દિવસ આપના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. આપને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી પડેલાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળે. ખર્ચનું પ્રમાણ વધે પરંતુ ખર્ચ યોગ્ય રીતે થાય. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. સ્વભાવમાં ક્રોધ વધારે હોય. તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સામાજિક માન- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. વિરોઘીઓ સામે આપને સફળતા મળે.
કર્ક : આજનો દિવસ શાંત ચિત્ત રાખી પસાર કરવાની સલાહ છે. આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્ય નરમગરમ રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રાખશો તો શરીરમાં પેટની પીડા હેરાન કરી શકે છે. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીજનો વચ્ચે કોઇ મનદુ:ખ ટાળવા માટે તમારે સંબંધોનું સિંચન કરવામાં બાંધછોડની નીતિ રાખવી પડશે. અન્ય વિજાતીય પાત્ર પરત્વેના આકર્ષણથી આપની વચ્ચે તણાવ આવી શકે છે. આજે યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભમાં પણ અપેક્ષા કરતા ઓછી સફળતા જણાઈ રહી છે.
સિંહ : નકારાત્મક વિચારોને આજે દિમાગમાંથી કાઢી નાખવા. શારીરિક, માનસિક રીતે સ્વસ્થતા ઓછી રહે માટે કામનું ભારણ લેવાનું ટાળજો. ઘરમાં સુલેહ જાળવી રાખવા માટે વધુ પ્રયાસો કરવા પડે. માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની સલાહ આપવામાં આવે છે.
કન્યા: કોઇપણ કાર્યમાં અવિચારી પગલું ન લેવાની આપને સલાહ આપવામાં છે. ભાઇબહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળે. આર્થિક લાભની શક્યતાઓ છે. પ્રિયપાત્રનો સહવાસ મળે. જાહેર માન- સન્માન મળે.