મેષ : આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સારો યોગ છે. બોલવા પર સંયમ રાખવાથી કોઈ અનર્થ નહીં સર્જાય. હિતશત્રુઓ હાનિ કરી શકે છે માટે સતર્ક રહેવું. નવા કાર્યની શરૂઆત ન કરવી.
વૃષભ : આપ ગૃહસ્થજીવન અને દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરશો. પરિવારના સભ્યો અને નિકટના દોસ્તો સાથે ઉત્તમ ભોજન લેવાનો અવસર મળે. એકાદ નાનકડા પ્રવાસનું આયોજન પણ થવાની શક્યતા છે. તંદુરસ્તી સારી રહે. ધનલાભ થાય. દૂર વસતા સ્નેહીજનોના સમાચાર આપને ખુશ કરશે. ભાગીદારીમાં લાભ તેમજ જાહેર જીવનમાં આપને માન મોભો મળશે.
મિથુન: આજે આપના અધુરાં કાર્યો પૂરા થશે, તેમજ કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રસન્ન રાખશે. તંદુરસ્તી જળવાશે. આર્થિક લાભ થાય. નોકરીમાં વધારે રહે .જેના પર લગામ રાખવી જરૂરી છે, નહીં તો મન દુ:ખના પ્રસંગો બનવાની શક્યતા છે.
કર્ક : દિવસનો પ્રારંભ ચિંતા અને ઉદ્વેગ સાથે થશે પરંતુ કેટલાક કાર્યો પાર પડવાથી અને આપ્તજનો સાથે સમય વિતાવાવથી તમે થોડી વાર પછી માનસિક શાંતિ અને સંતોષ અનુભવશો. આરોગ્યની થોડી કાળજી લેવાની સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે હાલમાં ઉતાવળ કરવા જેવી નથી. આકસ્મિક ધનખર્ચની તૈયારી રાકવી. પ્રેમીજનોએ સંબંધોમાં સુલેહ જાળવવા માટે બાંધછોડની નીતિ અપનાવવી પડશે. યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.
સિંહ : તન અને મનની સ્વસ્થતા ઓછી રહેવાથી કામકાજમાં તમારે એકાગ્રતા વધારવી પડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. માતા સાથે આત્મીયતા વધારવાની સલાહ છે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો. જળાશય નજીક જવાનું ટાળજો. પાણીજન્ય બીમારીથી પણ બચવાની સલાહ છે. નોકરીમાં સ્ત્રીવર્ગથી સંભાળવું.
કન્યા : આજે કોઇપણ અવિચારી પગલું ભરવાથી અટકજો. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રિયતમાનો સહવાસ મળશે. જાહેર માન સન્માન મળશે. ચિત્તમાં પ્રસન્નતા રહેશે.
તુલા : આપની માનસિક હાલત આજે થોડી અસમંજસપૂર્ણ હોવાથી આપે કોઇ મહત્વના નિર્ણય ન લેવા જોઇએ. આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું જોઇએ. કુટુંબીજનો સાથે વિવાદ ટાળવા માંગતા હોવ તો વાણી પર સંયમ રાખજો. આપે જીદ છોડીને થોડું જતું કરવું પડશે. નાણાંકીય ફાયદો થઇ શકે. તબિયત સાચવવી પડશે.
વૃશ્ચિક : આજનો દિવસ આપના માટે ઘણો સારો છે. આપનું શરીર અને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારજનો સાથે સુખની પળો માણી શકશો. મિત્રો અને સ્નેહીજનો પાસેથી ભેટ સોગાદ મેળવી શકશો. પ્રિયજનને મળીને આનંદ માણી શકશો. શુભ પ્રસંગમાં હાજરી આપવાનું થાય. આર્થિક ફાયદો કે પ્રવાસ થવાની પણ શક્યતા છે. લગ્નજીવનમાં પણ આનંદ મેળવી શકશો.
ધન : આજનો દિવસ આપના માટે થોડો કષ્ટદાયક રહેશે. ખાસ કરીને આરોગ્ય સાચવવું. કુટુંબના સભ્યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની જરૂરિયાતો તેમજ લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો. તેમને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતાનો અહેસાસ કરશો. ક્રોધથી દૂર રહીને દરેક સાથે હળવાશનો મૂડ રાખવો. અકસ્માતથી સંભાળવું. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવધાની રાખવી. વધુ પડતો નાણાં ખર્ચ થતાં હાથ ભીડમાં રહે.
મકર: સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં અને અન્ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભદાયી રહેશે. મિત્રો, સગાં સંબંધીઓ સાથે મળવાનું અને બહાર જવાનું થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. સ્ત્રી મિત્રો તથા પત્ની અને પુત્રથી લાભ થશે. લગ્નોત્સુક યુવક યુવતીઓના લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નોથી ઉકલી જશે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે.
કુંભ : આપના દરેક કાર્યો વિના અવરોધે પાર પડશે, જેથી આપ ખુશ રહેશો. નોકરી- વ્યવસાયના સ્થળે પરિસ્થિતિ સાનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. વડીલો અને ઉપરી અધિકારીઓનો કૃપાદૃષ્ટિ રહેવાના કારણે આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના બોજથી મુક્ત હશો. ગૃહસ્થજીવનમાં આનંદ રહેશે. ધનપ્રાપ્તિ અને બઢતીના યોગ છે.
મીન : નકારાત્મક વિચારો મન પર હાવિ ન થઇ જાય તેનો ખ્યાલ રાખવાની સલાહ છે. માનસિક અસ્વસ્થતાથી બચવા માટે આજે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્ય અંગે ફરિયાદ હોય તો માત્ર તમારી જીવનશૈલી અને ભોજનની આદતોમાં નજીવા ફેરફાર કરીને સ્વસ્થ થઈ શકશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ મહત્વના કામકાજ પર ચર્ચા કરવાનું ટાળજો. સંતાનોની બાબતોમાં આપે વધુ ધ્યાન આપવું પડશે. પ્રતિસ્પર્ધીઓ તેમની ચાલમાં સફળ ના થાય તે માટે સતર્ક રહેવાની સલાહ છે. મહત્વના નિર્ણય આજે ન લેવાની સલાહ છે.