મેષ : આર્થિક અને વ્યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્વસ્થ રહેશો. મિત્રો અને કુટુંબના સ્વજનો સાથે ખૂબ આનંદમાં દિવસ પસાર થાય. વધારે લોકો સાથે સંપર્કમાં રહેવાનું થાય. વેપારીઓ તેમના વેપારનું વિસ્તરણ અને આયોજન કરી શકશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે.
વૃષભ : વિચારોની વિશાળતા અને વાણીનો જાદૂ આજે અન્યને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વાંચન લેખનમાં અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા મળવા છતાં નિષ્ઠાપૂર્વક આપ આગળ વધશો. પાચનતંત્રની સમસ્યાથી તબિયત બગડવાની શક્યતા છે.
મિથુન : આજે આપની માનસિક ગડમથલ વધુ રહેવાની શક્યતા જણાતા અગત્યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ બનશો. વધુ પડતા નકારાત્મક વિચારોના બદલે કાર્યશૈલીમાં નવીનતા આવે તેવું કંઈક વિચારશો તો આપને વધુ સાનુકૂળતા થશે. અનિદ્રાની સમસ્યા હોય તેઓ સ્વાસ્થ્યની એકાદ ફરિયાદ કરે તેવી પણ સંભાવના છે. શક્ય હોય તો પ્રવાસ ટાળવો. પાણી કે અન્ય પ્રવાહી પદાર્થો ભયજનક પુરવાર થઇ શકે છે. જમીન, મિલકત વગેરેની ચર્ચા નિવારવી.
કર્ક : આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે, આના કારણે આપનો આનંદ ઉત્સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્લતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ પર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય. ભાગ્યનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા પડશે.
સિંહ: આપનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામાં મુકશે. કાર્યમાં ધારી સફળતા મેળવવા માટે આયોજન, વૈચારિક નવીનતા અને પરિશ્રમનો સંગમ હોવો જરૂરી છે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્નેહીજનો સાથેનો સંદેશ વ્યવહાર લાભદાયી નીવડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ક્રોધ અને અહમ આપનું કામ બગાડી શકે છે માટે શાંતિ રાખવાની સલાહ છે.
કન્યા: વૈચારિક સમૃદ્ધિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે. આપનું આરોગ્ય જળવાશે તથા મન પણ સ્વસ્થ રહેશે. સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય અને સુખઆનંદની પ્રાપ્તિ થાય. ધન લાભ તેમજ પર્યટનના યોગ છે.