મેષ : સાહિત્યસર્જન અને કલાત્મક અભિગમ વિકસાવવા માટે આજે સારો સમય છે. પ્રિયપાત્ર અને મિત્રો સાથેની મુલાકાત આપનું મન હર્ષિત કરશે. સ્ત્રીમિત્રોનો સહકાર મળે, બપોર પછી ઘરમાં શાંતિનું વાતાવરણ પ્રવર્તશે. શત્રુઓ અને હરીફો દ્વારા પરેશાની અનુભવશો. નોકરીમાં સંભાળીને રહેવું. ઉચ્ચ અધિકારીઓથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ : આજે આપને માતાની તંદુરસ્તીની આજે સંભાળ લેવાની સલાહ છે. સ્થાવર જંગમ મિલકતો કોઇ સોદો કે દસ્તાવેજ કરવામાં સારા-નબળા દરેક પાસાનો અભ્યાસ કરવો. નકારાત્મક વિચારો મનમાં ના આવે તેનું ધ્યાન રાખવું. પાણીજન્ય સમસ્યાઓથી બચવાની સલાહ છે. મધ્યાહન બાદ આપની તન અને મનની તંદુરસ્તી સુધરશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. પ્રિયતમાના સહવાસથી આનંદ થાય. આપની સર્જનશીલતામાં વધારો થશે. આપના હાથે કોઇ ધાર્મિક કાર્ય થાય.
મિથુન: આપનો આજનો દિવસનો શરૂઆતનો ભાગ સુખશાંતિથી પસાર થશે. ભાઇભાંડુઓથી આપને લાભ થાય. મિત્રો- સ્વજનો સાથે મુલાકાત થશે પરંતુ બપોર પછી મનમાં ઉઠતા નકારાત્મક વિચારોથી આપનું મન ખિન્ન થાય. સમયસર ભોજન ન મળે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. ઘરમાં કલેશનો માહોલ ટાળવા માટે દરેકની સાથે સૌમ્ય અને આદરપૂર્વકનું વર્તન કરવું. મિલકતો સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા ધ્યાન રાખવું. વધારે પડતા ભાવનાશીલ ન બનવાની સલાહ આપવામાં આવે છે.
કર્ક: આપનો આજનો દિવસનો શરૂઆતનો ભાગ સુખશાંતિથી પસાર થશે. ભાઇભાંડુઓથી આપને લાભ થાય. મિત્રો- સ્વજનો સાથે મુલાકાત થશે પરંતુ બપોર પછી મનમાં ઉઠતા નકારાત્મક વિચારોથી આપનું મન ખિન્ન થાય. સમયસર ભોજન ન મળે. વધુ પડતી લાગણીશીલતા અનુભવાય. ઘરમાં કલેશનો માહોલ ટાળવા માટે દરેકની સાથે સૌમ્ય અને આદરપૂર્વકનું વર્તન કરવું. મિલકતો સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા ધ્યાન રાખવું. વધારે પડતા ભાવનાશીલ ન બનવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ : વર્તમાન સમયમાં આપ દૃઢ મનોબળ સાથે કામ કરી શકશો. પિતા કે વડીલ વર્ગથી આપને લાભ થાય. લગ્નજીવનમાં વડીલ વર્ગથી આપને લાભ થાય. લગ્નજીવનમાં સંવાદિતા જળવાય. વાણી અને વર્તનમાં ઉગ્રતા રહે. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું રહે. સ્ત્રી મિત્રોની મદદ મળશે. આજે ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું. દૂર વસતાં સ્વજનો કે મિત્રો સાથેના સંદેશવ્યવહારથી આપને લાભ થાય.
કન્યા : આજે મનને વધુ પડતું ભાવનાવશ ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે. કમ્યુનિકેશન અથવા વાતચીતમાં ક્યાંક ગેરસમજ થતી હોય તો ચોખવટ કરવી જરૂરી છે. કોઇ સાથે ઝઘડા ટંટામાં ન પડવું. પરિવારના સભ્યો સાથે વાતચીત વખતે નરમાશ રાખવી. આવકના પ્રમાણમાં ધનખર્ચ વધશે પરંતુ મધ્યાહન બાદ આપને પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે જેથી આપના મન અને ચિંતાનો બોજ હળવો થશે. આરોગ્ય અંગે નજીવી ફરિયાદ રહેશે. લગ્નજીવનમાં સુખદ ક્ષણો માણી શકશો.