મેષ: આજે આપની ઉપર છે તેથી આજનો દિવસ સારી રીતે પસાર કરશો. આજે સુખમય દાંપત્યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારું રહે. ખોવાયેલી વસ્તુ પરત મળવાની શક્યતા છે. ગૃહસ્થ જીવનમાં આનંદ વ્યાપી રહે. વિચારોના આવેગને અંકુશમાં રાખવો. એક્સપોર્ટ- ઇમ્પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ તો પણ વિવાદ ટાળી સમાધાનકારી વલણ અપનાવવું પડે.
વૃષભ : આપનો આજનો દિવસ આનંદ અને ખુશાલીમાં પસાર થશે. આપ વ્યવસ્થિત રીતે આપના કામમાં આગળ વધી શકશો અને યોજના મુજબ જેને પાર પાડી શકશો. આપના બાકી રહેલા કાર્યોને પણ સફળતાથી પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહકાર સાંપડશે. મોસાળમાંથી કોઇ શુભ સમાચાર મળે અથવા કોઇનું મિલન થાય. માનસિક રીતે આપ પ્રફુલ્લિતતા અનુભવો. આજે આરોગ્ય સારું રહે.
મિથુન : આજનો દિવસ બધી રીતે લાભકર્તા જણાઇ રહ્યો છે. આપના કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. પરિવારજનો પાછળ ખર્ચ પણ થઇ શકે. લગ્નવાંછુઓના લગ્નના સંજોગ ઊભા થાય. ધંધા કે નોકરીમાં આવક વધી શકે છે. ઘરમાં મંગલ પ્રસંગોનું આયોજન થશે. સ્નેહીજનોને મળીને ખુશી અનુભવાશે. આપને રુચિકર ભોજન મળશે અને સારું દાંપત્ય સુખ પણ આપ મેળવી શકશો.
કર્ક : આજે આપનું શરીર અને મન સ્વસ્થ નહીં હોય. છાતીમાં પીડા જેવી શારિરીક તકલીફોથી પરેશાન રહેશો. કુટુંબિજનો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવો અને વર્તનમાં વિનમ્ર રહેવું. આપના આત્મસન્માનને ઠેસ પહોંચે તેવી કોઈપણ બાબતોથી દૂર રહેવું. પાણી અને સ્ત્રીઓથી પણ સાચવીને રહેવું પડશે. ખર્ચ થવાના યોગ છે. ભોજન અને ઉંઘમાં નિયમિતતા જાળવશો તો સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકશો.
સિંહ : આજે આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે. પાડોશીઓ અને સહોદરો સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપની ધારણા પ્રમાણે કામ થઇ શકશે. ટૂંકી મુસાફરી પણ થઇ શકે. ઘણી સારી તકો સાંપડે. વિરોધીઓને મ્હાત કરી શકશો. પ્રિયજનોના સાનિધ્યથી આપ ખુશી અનુભવશો. સંબંધોમાં લાગણીઓનું ઊંડાણ વધશે. નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે.
કન્યા : આપના કુટુંબમાં સુખશાંતિ જળવાશે અને પરિવારજનો સાથે આનંદ માણી શકશો. આજે આપની વાણીથી લોકો પ્રભાવિત થશે. પ્રવાસ કરો તેવી પણ શક્યતા છે. મીઠાઇ તેમજ સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આયાત-નિકાસના વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉગ્ર વિવાદ કે ચર્ચાથી દૂર રહેવાનું આપના માટે હિતાવહ છે.