ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - zodiac predictions of today

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

c
ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

By

Published : Jan 10, 2020, 8:46 PM IST

મેષ : આજે આપને ગુસ્‍સો કાબૂમાં રાખવા માટે ખાસ ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહેવાની શક્યતા પણ છે. મનની અસ્‍વસ્‍થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. આવી સ્થિતિમાં કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાથી તમને થોડી હળવાશનો અહેસાસ થશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી -ધંધાના સ્‍થળે તેમજ પરિવારમાં મનદુ:ખ થાય તેવા સંજોગો ટાળવા.

વૃષભ: કાર્ય સફળતામાં વિલંબ ટાળવા માટે વધુ મહેનત અને સમય આપવાની તૈયારી રાખજો. પ્રવાસ અથવા લાંબી ટૂરનું આયોજન શક્ય હોય ત્યાં સુધી ટાળવું. નવું કાર્ય આરંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાનમાં સંભાળવું. યોગ ધ્‍યાનથી આપ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો.

મિથુન : શારીરિક માનસિક તાજગી અને પ્રફુલ્‍લતાનો અનુભવ થશે. કુટુંબીજનો તેમજ મિત્રો સાથે પ્રવાસ પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માટેની તમામ સામગ્રી આજે આપને ઉપલબ્‍ઘ થશે. સુંદર વસ્‍ત્ર પરિધાન, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્‍ત થાય. દાંપત્‍યજીવનમાં રોમાંચક નિકટતા મહેસૂસ કરશો. વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષણ અનુભવાશે.

કર્ક: આપનો આજનો દિવસ આનંદ અને સફળતાનો બની રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઇ રહેશે. નોકરી કરતા લોકો માટે ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. આપની હાથ નીચે કામ કરતા લોકો તેમ જ મોસાળથી આપ લાભ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય લાભ થઇ શકે. આપ જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશો. આપના વિરોધીઓ સામે આપ વિજય મેળવી શકશો.

સિંહ : લેખન, સાહિત્‍યના ક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની આપને પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં શ્રેષ્‍ઠ દેખાવ કરી શકશે. પ્રણયમાં સફળતા અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપનું મન હર્ષ‍િત કરશે. સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર વધારે મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. આપ ધાર્મિક કે પરોપકારનું કાર્ય કરી ધન્‍યતા અનુભવશો.

કન્યા : આજે આપ થોડી પ્રતિકૂળતાઓ માટે તૈયાર રહેવું પડશે. આરોગ્‍ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે પરંતુ જો વૈચારિક સકારાત્મકતા રાખશો તો આવી કોઈપણ સ્થિતિથી બચી શકો છો. માતા સાથેના સંબંધોમાં સૌમ્ય રહેવાની સલાહ છે. સ્‍વજનો સાથે ઉગ્ર વાદવિવાદમાં પડવાના બદલે સહકારની ભાવના રાખવી. સ્‍વમાનભંગ તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. મકાન વાહન વગેરેની લે- વેંચ કે દસ્‍તાવેજો માટે અનુકૂળ સમય નથી. પાણીથી ભય રહે.

તુલા : હાલના સમયે આપનું નસીબ આપની તરફેણમાં હોવાથી જો આપ નવું કામ કે સાહસ શરૂ કરવા માંગતા હોવ દિવસ ઘણો અનુકૂળ છે. યોગ્ય રીતે નાણાંનું રોકાણ કરશો તો ચોક્કસ લાભ થશે. કુટુંબમાં લોકો સાથે સંબંધ વધુ ગાઢ બનશે. આપ નજીકના ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. વિદેશમાં રહેતા મિત્રો અને સંબંધીઓના સારા સમાચાર મેળવીને આનંદ અનુભવશો.

વૃશ્ચિક : કુટુંબમાં સંઘર્ષ કે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું પડે. આપે નકારાત્મકતાને દૂર રાખવી જોઇએ. વિદ્યાર્થીઓ માટે મહેનતપૂર્ણ સમય છે. ખોટો ખર્ચ ન થાય તે અંગે સાવચેત રહેવું જોઇએ. શરીર મનમાં થોડી બેચેની રહ્યા કરશે જેથી કોઈ નિર્ણય લેવાનો હોય તો બીજાની સલાહ લેવી.

ધન: આજે એકાદ ધાર્મિક પ્રવાસનો સંકેત મળી રહ્યો છે. આજે આપ નિર્ધારિત કાર્યો પાર પાડી શકશો. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. જેથી આપ સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. પરિવારમાં મંગળ પ્રસંગો બને. સ્‍વજનો સાથેની મુલાકાત આનંદ પમાડે. દાંપત્‍યજીવન ખુશહાલ રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સમાજમાં આપની માન પ્રતિષ્‍ઠા વધે.

મકર : આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં વધારે વ્‍યસ્‍ત હશો અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ પણ કરશો. આજે કોર્ટ કચેરીના કામકાજ ઉભા થાય. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી અવરોધો આવી શકે છે માટે દસ્તાવેજી કાર્યોમાં પારદર્શકતા વધારવી પડશે. સગાંસંબંધી સાથે તણાવ ટાળવો. શારીરિક અને માનસિક આરોગ્‍ય વધુ સાચવવું પડશે. ઓપરેશન, અકસ્‍માતથી સંભાળવું. પરિશ્રમ બાદ અપેક્ષા કરતા ઓછુ ફળ મળે તો નિરાશ ના થવું.

કુંભ : આજે આપ નવા કાર્યો કે યોજનાની શરૂઆત કરી શકશો. નોકરી કે વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. સ્‍ત્રી મિત્રો આપની પ્રગતિમાં નિમિત્ત બને. આર્થિક લાભની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહેશે. સુંદર સ્‍થળે પર્યટનનું આયોજન કરશો. સમાજમાં ખ્‍યાતિ વધશે. સંતાનોની પ્રગતિ થાય. પત્‍ની તેમજ પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. અવિવાહિતો માટે લગ્‍નનો યોગ છે.

મીન : આપનો આજનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. આજે આપના માટે કાર્યસફળતા અને ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િના કારણે આપ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ અને સફળતા મળે. ઉઘરાણીનાં નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આવકમાં વધારો થઈ શકે છે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહેશે. સરકાર તરફથી ફાયદો થાય. માનસન્‍માન અને ઉચ્‍ચ હોદ્દો મળે. સાંસારિક જીવન આનંદમય રહે.

ABOUT THE AUTHOR

...view details