મેષ : વર્તમાન દિવસે સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપને નિકટના સ્વજનો સાથે બોલવામાં સંયમ રાખવો જેથી કોઈપણ ખટરાગની સ્થિતિ ટાળી શકો. શરીર અને મનથી આપ થોડી બેચેની અનુભવશો. અનિદ્રાની સમસ્યા હોય તેમને તકલીફ વધી શકે છે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવો પડે પરંતુ આવી ચર્ચાઓથી દૂર રહેવાની આપને સલાહ આપવામાં આવે છે. વિજાતીય આકર્ષણની મોહજાળ આપને ફસાવશે. આજે તેમાં ફસાવું આપના માટે નુકસાનકારક રહેશે. મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ: આજે આપ લાગણીસભર બંધનોમાં બંધાયાનો અનુભવ કરશો. દિવસના ભાગમાં આપના કાર્યો સફળ થવાથી આપને આનંદ થશે. ભાઇ- બહેનોથી લાભ થશે. શરીર અને મનથી આપ તાજગીનો અનુભવ કરશો. આર્થિક લાભ પણ થશે પરંતુ બપોર પછીની પરિસ્થિતિ કંઇક જુદી જ હશે. પરિવારમાં બનતા કેટલાક પ્રસંગોથી આપના મનમાં અને પરિવારના સભ્યોના મનમાં કટુતા ઉભી થઈ શકે છે. ધનખર્ચ થાય અને બીજાના માટે કરેલા કાર્યોમાં યશ ના મળે તેવું પણ બની શકે છે. સ્ત્રીપાત્રથી તથા પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન : આપને નકારાત્મક માનસિક વલણ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. મન અસંતોષની લાગણીથી ઘેરાયેલું રહેશે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું ન હોય. શરીરનું સ્વાસ્થ્ય સારું ન રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન ન લાગે પરંતુ બપોર પછી આપનું મન પ્રફુલ્લિતતા અનુભવશે. નવા કામની શરૂઆત કરવાનું જોખમ પ્રાપ્ત થશે. હરિફો પર વિજય મેળવી શકશો. સ્વજનોના સહવાસથી મન ખૂબ આનંદિત થશે. આનંદમય પ્રવાસ થાય.
કર્ક : આજે આપ ભાવનાઓના પ્રવાહમાં વધુ પડતા ન તણાઇ જાઓ તેની ખાસ સલાહ આપવામાં આવે છે. પ્રવાસ-પર્યટનની શક્યતા છે. આપનું આરોગ્ય સારું રહેશે. તેમજ મન પ્રફુલ્લિત રહેશે પરંતુ બપોર પછી આપના મનમાં હતાશાની લાગણી જન્મતાં મન અસ્વસ્થ બને. ઝડપથી આગળ વધવાની લાલસામાં ખોટા કાર્યો તરફ ના પ્રેરાતા. સમયસર ભોજન ના મળે તેવી પણ સંભાવના છે. વધારે ધનખર્ચની તૈયારી રાખજો.
સિંહ : આજે આપ કોઇ જરૂરી અને મોટા નિર્ણય લેવાનું ટાળો તેવી સલાહ આપવામાં આવે છે. કૌટુંબિક કાર્યો પાછળ ધનખર્ચ કરવો પડે. વાણી પર સંયમ રાખવો. સંબંધો અને કમ્યુનિકેશનમાં ગેરસમજ ટાળવી. સગાં- સંબંધીઓ સાથે મનદુ:ખ થાય પરંતુ મધ્યાહન બાદ આપના પ્રિય દોસ્તો સાથે સ્નેહીજનો સાથેની મુલાકાતથી આપનું મન ખુશ થઇ જશે. સુરૂચિપૂર્ણ ભોજન માણવા મળશે. દાંપત્ય સુખ સારું મળશે.
કન્યા : આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. દિવસના ભાગમાં આપના માટે લાભદાયી અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. શારીરિક માનસિક સુખશાંતિ રહેશે. વ્યવાસયક્ષેત્રે પણ સારું રહેશે પરંતુ બપોર પછી આપનું મન દ્વિધામાં અટવાયેલું રહેશે તેથી આપ મહત્વના નિર્ણયો નહીં લઇ શકો. વાણી પર સંયમ રાખવો જરૂરી બની રહેશે. કોર્ટકચેરીના કાર્યોમાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવો.