બાબરી મસ્જિદ વિવાદીત જમીન મુદ્દે મુસ્લિમ સમાજ ક્યુરેટીવ અરજી દાખલ કરશે
લખનઉ : બાબરી મસ્જિદ અયોધ્યા જન્મ ભૂમિ વિવાદમાં પુનર્વિચાર અરજીને ચર્ચા કર્યા વિના જ નકારતા હવે બાબરી મસ્જિદ એક્શન કમિટી ક્યુરેટિવ અરજી થોડા સમયમાં જ દાખલ કરશે. જે અરજીને લઇને બાબરી મસ્જિદની જગ્યા મુસ્લિમ સમાજને સોંપવાનું કોર્ટમાં દલીલ કરાશે.
બાબરી મસ્જિદ વિવાદીત જમીન મુદ્દે મુસ્લિમ સમાજ ક્યુરેટીવ અરજી દાખલ કરશે
મુસ્લિમ પક્ષકારોના ટોંચના વકીલ રાજીવ ધવન સાથેની મુલાકાત પહેલા બાબરી મસ્જિદ એક્શન કમીટીના સંયોજક અને એડવોકેટ જફરયાબ જિલાનીએ કહ્યું કે પુનર્વિચારણા અ઼રજીની સુનાવણી બાબરી મસ્જિદ અયોધ્યા જન્મભૂમિ વિવાદમાં કોઇ પણ જાતની ચર્ચા કર્યા વિના તેને નકારી હતી, ત્યારબાદ બાબરી મસ્જિદ એક્શન કમીટી ક્યુરેટિવ અરજી દાખલ કરશે. જે અરજી દ્વારા બાબરી મસ્જિદની જગ્યા મુસ્લિમ સમાજને આપવામાં આવે તેવુુ કોર્ટમાં દલીલ કરશે. તે સાથે જ કોર્ટમાં પ્રાર્થના પત્ર પણ રજુ કરશે.