ગુજરાત

gujarat

આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભામાં જશે ગુજરાતના પરિમલ નથવાણી

By

Published : Mar 9, 2020, 9:37 PM IST

Updated : Mar 9, 2020, 11:15 PM IST

રિલાયન્સ ગ્રુપના પ્રેસીડન્ટ પરિમલ નથવાણી હવે આંધ્રપ્રદેશથી રાજ્યસભામાં જશે. આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસ સરકારે પરિમલ નથવાણીની રાજ્યસભાની ઉમેદવારીને સમર્થન કર્યું છે. અગાઉ પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જેમાં તેઓ 2 ટર્મ સુધી રાજ્યસભામાં સદસ્ય તરીકે રહ્યાં હતાં. તે સમયે તેમને ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટૂડન્ટસ યૂનિયનનું સમર્થન મળ્યું હતું. પરંતુ આ વખતે તેમને ઝારખંડમાંથી રાજ્યસભામાં જવાની તક સાંપડી નહતી. કારણકે ત્યાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે.

etv bahart
etv bahart

નવી દિલ્હી: રવિવારે પરિમલ નથવાણીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, આંધ્ર પ્રદેશ કોટાથી તેઓ રાજયસભા સાંસદ બનશે. તેમના ટ્વિટર પર લખ્યું કે, હું મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીનો દિલથી આભાર માનું છું , કારણ કે, તેમણે મને આંધ્રપ્રદેશથી રાજ્યસભા સાંસદ ઉમેદવાર તરીકે પસંદગી કરી, હું રાજ્યની જનતાની સેવા કરવા પ્રતિબદ્ધ છું.

આપને જણાવી દઈએ કે, નથવાણી આ વખતે રાજ્યસભા સાંસદ બનવા માટે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીનો સહારો લીધો છે. આ વખતે તેઓ વાયએસઆર કોંગ્રેસનું સમર્થનથી રાજ્યસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે જશે. કારણ કે, આંધ્રપ્રદેશની 175 સભ્યોની વિધાનસભા વાયએસઆર કોંગ્રેસના 157 વિધાયક છે. આ માટે રાજ્યમાં ખાલી થઈ રહેલી 4 સીટ પર YSR કોંગ્રેસને જ મળશે.

Last Updated : Mar 9, 2020, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details